લવ ડોઝ અનલિમિટેડ - ભાગ- ૭ - ૧૨ જુલાઈ ૨૦૨૦
હેલો મિત્રો કેમ છો બધા? આજે જૂન મહિના નો બીજો રવિવાર પણ એના કરતા પણ મહત્વની વાત એ કે બીજા રવિવારે આપણે લવસ્ટોરી ની વાત કરીયે છીએ. બીજું વિક અને એમાં પણ લવડોઝ માં આપણે વાત કરીયે છીએ પ્રેમ ની , પ્રેમીઓ ની , એ દિલ ની વાત પરંતુ આજે એક એવી લવસ્ટોરી ની વાત કરીયે જે એક ખુબ નાની વાત છે. નિકુંજ અને પ્રિયંકા બંને આઈ એન્જીનીયર હતા અને બંને નો રસ્તો પણ એક જ હતો ધીમે ધીમે બંને સિગ્નલ પર વારંવાર મળવા લાગ્યા બંને ની આંખો એક બીજા ને મળવા લાગી પછી એક નાની પણ સ્વીટ સ્માઈલ થી પ્રેમ ની શરૂઆત થઇ જો સિગ્નલ લાલ થાય પણ બાજુ માં કોઈ એક પણ ના દેખ્યા તો દિલ ને ચેન ના પડે અને કોઈ પણ બહાને સાઈડ માં ઉભા રહી ને રાહ જોવે બસ આમ જ બંને વચ્ચે પ્રેમ ની શરૂઆત થઇ ગઈ અને બંને નું મળવાનું ચાલુ થયું બંને આઈ.ટી, એન્જીનીયર હોવાને લીધે બંને ને ટાઈમ નો પણ પ્રોબ્લેમ નહોતો કહાની આમ જ આગળ ચાલુ જ રહેતી પણ નિકુંજ ની લાઈફ માં એક મોટો ટર્નિંગ પોઇન્ટ આવ્યો વિકેન્ડ ની એક સાંજે નિકુંજ કામ થી બહાર નીકળેલ અને અચાનક એક ટ્રક સાથે અથડાતા એક્સિડન્ટ થયો અને આ એક જ અકસ્માતે એની લાઈફ બદલી નાખી ૨૪ દિવસ માટે હોસ્પિટલ માં પગ પર ઈંટ લગાડી ને બેડ રેસ્ટ આપ્યો અને પછી પણ હમેંશા માટે એના પગ ગુમાવ્યા જાણે આખી લાઈફ માં એક અંધકાર છવાઈ ગયો હોય એમ લાગતું હતું. ગોલ્ડન સપનાઓ જાણે એક પળ માં જ તૂટી ગયા હોય એમ લાગતું હતું આખી લાઈફ માં હવે કોઈ જ ઈચ્છાઓ રહી ના હતી સાથે હતું તો ફક્ત પ્રિયંકા જ જોડે હતી અત્યારે એને નિકુંજ ને હિમ્મત આપી અને કહ્યું કે તું ફ્રીલેન્સીંગ કર અને હું જોબ ની સાથે હું પણ એક્સટ્રા કામ કરીશ અને આપણે તારું ઓપરેશન કરાવીશું તું હિમ્મત ના આપતો અને કદાચ એકાદ મહિના માં જ પ્રિયંકા એ કેનેડા જવાની તૈયારી કરી અને કારણ આપ્યું કે એને ત્યાં જોબ મળી છે અને ત્યાં થી આવી ને તે તારો ઈલાજ કરશે પણ નિકુંજ ને અંદર થી એનું દિલ કઈ અલગ જ કહેતું હતું એને લાગતું જ હતું કે પ્રિયંકા ખોટું બોલે છે અને કદાચ એ સાચું પણ થયું પ્રિયંકા એક આશા અપાવીને કેનેડા જતી રહી પણ ત્યાં જઈ ને ના તો એક કોલ આયો કે ના વૉટ્સએપ પર રીપ્લાય નિકુંજ ની શંકા સાચી પડી અને નિકુંજ માં રહી હિમ્મત પણ હવે ખૂટી ગઈ એ મન થી તૂટી પડ્યો પણ પોતાની આવડત ને ખૂબી બનાઈ ને રહેવા લાગ્યો અઠવાડિયે પાંચેક હજાર નું કામ કરવા લાગ્યો પણ પોતાની ફરી ઉભા થવાની આશા તૂટી પડી આમને આમ દોઢેક વર્ષ થઇ ગયું અને નિકુંજ એક જીવતી લાશ બની ગયો પણ ફરી સમયચક્ર ફર્યું અને સમય બદલાઈ ગયો અચાનક ડોરબેલ વાગી ઘોડી ના ટેકે નિકુંજ ઉભો થયો અને ધીમે ધીમે ચાલતા દરવાજા પાસે પહોંચીને દરવાજો ખોલ્યો પણ અચાનક પગ ની સાથે જમીન પણ ખસી ગઈ દરવાજો ખોલતા જ સામે પ્રિયંકા ઉભી હતી અને એણે નિકુંજ ને તરત પોતાની બાહો માં લઇ ને આઈ લવ યુ કીધું અને કહ્યું તને શું લાગ્યું કે હું તને મૂર્ખ બનાવી ને હંમેશા માટે જતી રહી , શું મારો પ્રેમ આટલો નબળો હતો શું મેં તને ફક્ત તારા દેખાવ માટે જ પ્રેમ કરેલ અને નિકુંજ ને અંદર થી પોતાની માનસિકતા પ્રત્યે અફસોસ થયો અને પછી બંને એક બીજા ને વળગી ને ખુબ રડયા અને પછી પ્રિયંકા એ કીધું ચાલ તૈયાર થા આપણે બહાર જઈએ છીએ ડિનર માટે અને હા આવતી કાલે તારું ઓપરેશન છે તો મિત્રો આ હતી સાચા પ્રેમ ની તાકાત અને સાચો પ્રેમ. આજ ના આ બ્લોગ , આ વાર્તા ને લઇ ને તમારા કોઈ કમેન્ટ કે સજેશન હોય તો મને જણાવી શકો છો. નીચે મારા સોશ્યિલ મીડિયા ની લિંક્સ છે જેમાં પણ તમે ડાયરેક્ટ મને મળી શકો છો. આપ નો પ્રતિભાવ હંમેશા મને આવકાર્ય રહેશે. ત્યાં સુધી હેપી વિક અગેઇન અને વાંચવા બદલ સૌ મિત્રો નો આભાર . મારા સોશ્યિલ મીડિયા પાર્ટનર નો પણ દિલ થી આભાર કેમકે એ ટીમ વગર હું કદાચ ફરી લખવાનું સાહસ ના કરી શકતો હોત
Comments
Post a Comment