મેરી કહાની મેરી ડિજિટલી ઝુબાની - ભાગ-7 - 05 જુલાઈ ૨૦૨૦


 

 

હેલો મિત્રો કેમ છો બધા? ગઈ કાલે જૂન મહિના નો પ્રથમ રવિવાર અને  પ્રથમ રવિવારે આપણે વાત કરીશું મારી કહાની મારી ડિજિટલી ઝુબાની. પરંતુ આજ ની વાત શરુ કરતા પહેલા બધા ને દિલ થી સોરી કેમકે ગઈ કાલે કામ માં આ પબ્લિશ ના કરી શક્યો એટલે અને છેલ્લા  ઘણા સમય ની જેમ ફરી એક વિનંતી કે આજે દુનિયા માં કોરોના જેવી વૈશ્વીક મહામારી સામે આપણે સૌ લડી રહ્યા છીએ ત્યારે તમે તમારા ઘર માં જ રહેજો અને સ્વસ્થ રહેજો તમારું અને તમારા પરિવાર નું ધ્યાન રાખજો. જેમ દરેક અંધારી રાત પછી સોના નો સુરજ ઉગે છે એમ આ સમય પણ જતો રહેશે અને બહુ જલ્દી બધું સારું થઇ જશે. હવે વધારે સમય ના બગાડતા આગળ ની વાત શરુ કરીયે ગયા હપ્તે તમે જોયું કે દિલ અને દિમાગ ની હરીફાઈ વધી રહી હતી પણ આપણે હજી પણ મસ્ત મૌલા રહેલ અને આ ચક્કર માં 2 દિવસ પાસ પણ થઇ ગયા અને પ્રેક્ટિકલ પરીક્ષા આઈ પણ ગઈ

 

શનિવાર નો એ દિવસ મારા માટે યુદ્ધ ની અંદર પ્રવેશ  લીધો હોય અને યુદ્ધ માટે રણશિંગો ફૂંકાયો હોય એમ લાગતું હતું અને આ રણશિંગા ની સાથે જ હું પથારી થી ઉભો થયો. ફટાફટ તૈયાર થયો આ શનિ-રવિ મમ્મી ને મામા ને ત્યાં જવાનું હતું પણ મારી પરીક્ષા ને લીધે એણે પહેલા મને પ્રાધાન્ય આપ્યું અને પછી

મમ્મી ત્યાં ગઈ આ બાજુ હું અને બોબી પરીક્ષા માટે  હતા અને પાછળ થી સંકેત ટ્યૂશન જય ને સ્કૂલ આવવાની તૈયારી કરતો હતો. સ્કૂલ પહોંચી ગયા અને રાકેશ સર પણ આવી ગયા આ થોડા ડેન્જર લાગતા પણ શું કરું માર્ક્સ પણ લેવાના હતા આપણે તો મન માં સંકલ્પ લઇ ને અને થ્રી ફિંગર ટેક્નિક નો ઉપયોગ શરુ કરી દીધો હતો અને પરીક્ષા શરુ થઇ. પહેલા જ દોડ શરુ કરી પાંચ લોકો ની આપણે મન માં પ્રાર્થના કરતા હતા કે બોસ જીતી જઇયે પણ આપણે સહેજ માટે ચુકી ગયા અને બીજા આવ્યા પણ તોય થયું કે ચાલો બીજા તો આવ્યા આગળ લડી લઈશું પણ પછી ગોળાફેંક આવી અને આપણા થી 2 મીટર જ ફેંકાયો પણ તોય આપણે તો હજી અંદર થી પ્રાર્થના કરતા હતા અને હિમ્મત થી મજબૂત જ હતા કે લડી લઈશુ.

 

આમને આમ કરતા 4-5 રમત પણ પતિ ગઈ અને હવે વારો હતો યોગાસન અને સૂર્ય નમસ્કાર નો એટલે આપણે બિન્દાસ હતા કેમકે આપણે એમાં પાક્કા હતા અને અંદર થી જ શ્યોર હતા કે જીતશું તો આપણે જ અને જેવા યોગાસન કીધા આપણે ચાલુ પડી ગયા અને પછી વાઇવા ચાલુ કર્યા પણ એ વખતે આપણને વાઇવા માં થોડી ફાટતી પણ તોય લગભગ 5 માંથી 4 ના જવાબ તો આપણે જ પહેલા આપ્યા એટલે મન માં એક અલગ સંતોષ થતો હતો અને આમ કરતા કરતા 10:30 થઇ ગયા અને પરીક્ષા પુરી પણ થઇ ગઈ અને અંદર થી એક હાશકારો થયો અને ઘેર જવા ઉપડ્યા કેમકે હજી તો પહેલો પડાવ પાર કરેલ પણ હજી તો આખી બાજી બાકી હતી અને જીતવાની પણ હતી મન માં તો આપણો જે ગોલ હતો એ મુજબ જ પરફોર્મ કરેલ એટલે ઘરે આઈને આપણે ગોલ ની માર્કશીટ માં ડન નો થપ્પો માર્યો અને જમવાનું પણ ફેવરિટ શાક હતું અને ઘરે એકલા હતા એટલે આપણે શાંતિ થી જમવા બેઠા દરવાજો બંધ કરી ને અને પછી યુવાની ના રંગીન સપના ની સાથે આપણા ગોલ  ને જોવા ના સપના માં ક્યારે ઊંઘ આવી ગઈ એજ ના ખ્યાલ આયો અને એક ઊંઘ પણ થઇ અને આંખ ખુલી તો સંકેત દરવાજો ખખડાવતો હતો સ્કૂલ થી આઈને કદાચ 10 મિનિટ થી ખખડાવતો હશે પછી ઉઠીને એ દિવસે દિલ થી અફસોસ થયો અને આપણે સોરી પણ કીધું આતો એ દિલવાળો હતો એટલે કઈ માઈન્ડ ના કર્યું પછી અમે જોડે ચા પીધી અને પછી ટ્યૂશન જવાની તૈયારી કરી અને પછી પાછા બાલ્કની ઉભો રહી ગયો થોડી વાર એ જ મૃગજળ સમાન સપના જોવા માં પછી રાતે ઓફિસ થી પપ્પા આવ્યા અને અમે જમીને સુઈ ગયા સવારે રવિવારે ફરી એજ ક્રમ માં થોડી વાર બાલ્કની , ટ્યૂશન ,વાંચવાનું અને પછી મામા ને ત્યાં ગયા અમે લોકો પણ અને ત્યાં જમી ને સાંજે મમ્મી સાથે આવ્યા અને સોમવાર થી ફરી એજ ક્રમઃ માં ચાલુ થઇ ગઈ આપણી લાઈફ હવે કોમ્પ્યુટર ની પણ પ્રેક્ટિકલ હતી એક વીક માં અને પાછળ બીજી પરીક્ષા પણ એટલે થોડી ચિન્તા થોડો ગમ અને સપના પુરા થવાની ઘેલછા અને મૃગજળ સમી દોડ અને આ બધા ની વચ્ચે પીસાતો હું અને મારી સફર આમ જ આગળ વધતી હતી પણ એ સફર આવતા હપ્તે ત્યાં ઘેર જ રહો , પરિવાર સાથે સમય વિતાવો અને સ્વસ્થ રહો.આજ ના આ બ્લોગ , આ વાર્તા ને લઇ ને તમારા કોઈ કમેન્ટ કે સજેશન હોય તો મને જણાવી શકો છો. નીચે મારા સોશ્યિલ મીડિયા ની લિંક્સ છે જેમાં પણ તમે ડાયરેક્ટ મને મળી શકો છો. આપ નો પ્રતિભાવ હંમેશા મને આવકાર્ય રહેશે. આવતા રવિવારે  લવ ડોઝ અનલિમિટેડ માં એક લવ સ્ટોરી સાથે મળીશું ત્યાં સુધી હેપી વિક અગેઇન અને વાંચવા બદલ સૌ મિત્રો નો આભાર . મારા સોશ્યિલ મીડિયા પાર્ટનર નો પણ દિલ થી આભાર કેમકે એ ટીમ  વગર હું કદાચ ફરી લખવાનું સાહસ ના કરી શકતો હોત.

 

ફેસબુક :  https://www.facebook.com/ManthanThakkarOfficial
ટ્વિટર : https://twitter.com/ManthanVThakkar

 

Comments