લવ ડોઝ અનલિમિટેડ - ભાગ- ૬ - ૧૪ જૂન ૨૦૨૦
હેલો મિત્રો કેમ છો બધા? આજે જૂન મહિના નો બીજો રવિવાર પણ એના કરતા પણ મહત્વની વાત એ કે બીજા રવિવારે આપણે લવસ્ટોરી ની વાત કરીયે છીએ. બીજું વિક અને એમાં પણ લવડોઝ માં આપણે વાત કરીયે છીએ પ્રેમ ની , પ્રેમીઓ ની , એ દિલ ની વાત પરંતુ આજે એક એવી લવસ્ટોરી ની વાત કરીયે જે એક ખુબ નાની વાત છે. પણ એ પહેલા હમણાં જ ન્યૂઝ મળ્યા કે ભારતીય કલાકાર સુશાંત સિંહ રાજપૂતે હમણાં જ એના મુંબઈ ના ઘેર પર આત્મહત્યા કરી છે અને જે છેલ્લા ઘણા સમય થી ડિપ્રેશન નો શિકાર હતો એટલે આપણે એમના આત્મા ની શાંતિ માટે પ્રાર્થના કરીયે અને પછી આજ ની વાત શરુ કરીયે અને આજે વાત પણ સુશાંત અને રિદ્ધિ ની જ કરીયે. સુશાંત એક આઈ.ટી એન્જીનીયર અને રિદ્ધિ એક લાઈફ કોચ બંને જણા ખુબ મોડર્ન પણ પરિવાર ના નિયમો ને માન આપનાર. આમ તો બંને ગુજરાત ના હતા પણ બંને ની જોબ બોમ્બે ની ફાસ્ટ લાઈફ માં એકદમ ફાસ્ટ થઇ ગઈ હતી કદાચ વિકેન્ડ સિવાય પોતાના માટે પણ સમય નહોતો સવાર ના ૬ વાગ્યે થી ઉઠી ને રાત ના 8 વાગ્યા સુધી ની એમની સફર માં કામ અને બાકી નો સમય લોકલ ટ્રેન માં જ જતો હતો . એક વરસાદી સાંજે અચાનક પૂર આવે એવો વરસાદ હતો અને આ કારણ થી જ બંને જણા પોતાના કામ થી વહેલા ઘેર જવા નીકળ્યા પણ એ દિવસે વરસાદ ને લીધે લોકલ ટ્રેન પણ લેટ હતી અને બંને જણા અડધો કલાક સ્ટેશન પર જ વેઇટ કર્યો એ પછી જેવી ટ્રેન આવી એટલે રિદ્ધિ ફટાફટ ચડી ગઈ અને આગળ ના સ્ટેશન થી સુશાંત પણ ચડ્યો . રિદ્ધિ આમ તો બોલ્ડ હતી પણ કોઈ એને મસ્તી કરે કે એને એક નજરે જોવે એ પસંદ નહોતું. રિદ્ધિ વરસાદ માં ભીની થવાથી દરવાજા પાસે જ ઉભી હતી અને પવન માં કપડાં સુકાય અને પોતે પણ . સાથે સાથે વરસાદ ને જોઈ રહી હતી ત્યાં જ આગળ ના સ્ટેશન થી ઘણા લોકો ચડ્યા અને સુશાંત પણ . સુશાંત આજે થોડો વહેલો નીકળેલ પણ ટ્રેન ની રાહ જોઈને થાકી ગયેલ એટલે ફોર્મલ કપડાં ઉપર ટાઈ અને શૂઝ માં હોવા છતાં પોતાની બેગ ને એક ખભે લગાવી ઉભો ઉભો સુઈ રહેલ. રિદ્ધિ નું ધ્યાન અચાનક એની ઉપર ગયું અને પછી એક પળ માં જ જાણે શું થયું એમ એ એને જ જોઈ રહી એના મન માં વર્ષો થી જેની તલાશ હતી એ પુરી થઇ હોય એમ લાગ્યું .આગલું સ્ટેશન આવતા ભીડ થોડી ઓછી થઇ એટલે એ સુશાંત ની આગળ જઈ ને ઉભી રહી ગઈ અને હજી પણ સુશાંત ને જ જોઈ રહી હતી એને એમ જ હતું કે સુશાંત સુઈ રહ્યો છે પણ સુશાંત ની આંખો બંધ હોવા છતાં એ જાગતો હતો અને એણે રિદ્ધિ ને કહ્યું કે મને જોઈ રહ્યા છો એક પળ માટે તો રિદ્ધિ ડઘાઈ ગઈ પણ પછી હિમ્મત કરી ને સુશાંત ની સામે ફરી તો અચાનક જ એને પ્રેમ થઇ ગયો અને આ બાજુ સુશાંત ને પણ પછી બંને જણા એક બીજા સામે મસ્ત સ્માઈલ કર્યું અને વાતો શરુ કરી આ વાતો માં ૨ કલાક ક્યાં જતા રહ્યા એ પણ ના ખબર પડી અને ઉતારવાનું સ્ટેશન આઈ ગયું અને સુશાંતે ઉતરતિ વખતે પોતાનું કાર્ડ રિદ્ધિ ને આપ્યું કે ફોને કરજે પછી બંને અવારનવાર મળવા લાગ્યા અને એમની પ્રેમ કહાની પણ ધોધમાર વરસાદ ની સાથે ફૂલ જોશ માં ટ્રેન ની જેમ દોડવા લાગી . આજ ના આ બ્લોગ , આ વાર્તા ને લઇ ને તમારા કોઈ કમેન્ટ કે સજેશન હોય તો મને જણાવી શકો છો. નીચે મારા સોશ્યિલ મીડિયા ની લિંક્સ છે જેમાં પણ તમે ડાયરેક્ટ મને મળી શકો છો. આપ નો પ્રતિભાવ હંમેશા મને આવકાર્ય રહેશે. ત્યાં સુધી હેપી વિક અગેઇન અને વાંચવા બદલ સૌ મિત્રો નો આભાર . મારા સોશ્યિલ મીડિયા પાર્ટનર નો પણ દિલ થી આભાર કેમકે એ ટીમ વગર હું કદાચ ફરી લખવાનું સાહસ ના કરી શકતો હોત
ટ્વિટર
: https://twitter.com/ManthanVThakkar
Comments
Post a Comment