મેરી કહાની મેરી ડિજિટલી ઝુબાની - ભાગ-૬ - ૦૭ જૂન ૨૦૨૦
હેલો મિત્રો કેમ છો બધા? આજે જૂન મહિના નો પ્રથમ રવિવાર અને આજે પ્રથમ રવિવારે આપણે વાત કરીશું મારી કહાની મારી ડિજિટલી ઝુબાની. પરંતુ આજ ની વાત શરુ કરતા પહેલા બધા ને એક વિનંતી કે આજે દુનિયા માં કોરોના જેવી વૈશ્વીક મહામારી સામે આપણે સૌ લડી રહ્યા છીએ ત્યારે તમે તમારા ઘર માં જ રહેજો અને સ્વસ્થ રહેજો તમારું અને તમારા પરિવાર નું ધ્યાન રાખજો. જેમ દરેક અંધારી રાત પછી સોના નો સુરજ ઉગે છે એમ આ સમય પણ જતો રહેશે અને બહુ જલ્દી બધું સારું થઇ જશે. હવે વધારે સમય ના બગાડતા આગળ ની વાત શરુ કરીયે ગયા હપ્તે તમે જોયું કે મારી અંદર એક તોફાન શરુ થઇ ગયું હતું અને આ તોફાન એ સુનામી પણ બનવા જઇ રહેલ . પરીક્ષા પણ નજીક આવી રહી હતી અને ત્યાં જ પપ્પા ના મિત્ર એવા સુહાગ પંચાલ નો સેમિનાર હતો અને મારે આ સેમિનાર માં જવાનું હતું . આમ તો આ સેમિનાર જીવીબા સ્કૂલ માં હતો પણ ટ્યુશન તરફ થી હતો અને કશું નવું શીખવા મળશે , કશું નવું જાણવા મળશે આ વાત ને લઈને જ હું . સંકેત અને વાલીઓ સાથે જવાનું હતું એટલે મમ્મી પણ મારી સાથે હતા.અમે લોકો ૭:૩૦ નો ટાઈમ હતો અને પરફેક્ટ ટાઈમ પર પહોંચી ગયા પણ સેમિનાર લગભગ ૭:૪૫ આસપાસ શરુ થયેલ અને બોસ એ વખતે આપણી થોડી ફાટતી જો કોઈ આપણને ઉભા કરી ને કઈ પૂછે કે પબ્લિક માં કઈ બોલવાનું હોય તો થોડી ફાટી પડે પણ તોય આપણે લાસ્ટ માં બેઠા અને અંદર થી પ્રાર્થના પણ કરતા કે આપણને કઈ પૂછે નહિ પછી સેમિનાર ચાલુ થયો અને થોડી ઇન્સપેરેશનલ ટાલ્કસ અને બીજી ઘણી વાતો ચાલુ કરી . એક બહુ જ કોમન ટેક્નિક વિઝયુલાઇઝેશન ની જણાવી અને મારા દિલ દિમાગ માં આ વાત થોડી વધારે રાજ કરી ગઈ કે બોસ જો આ થઇ જાય તો મારા દિમાગ માં એક જબરજસ્ત શોટ લાગી ગયો અને કઈ વિચારો ના વૃંદાવન માં ફરવા લાગ્યો. ટેક્નિક આમ તો મારા માટે ખુબ કોમન હતી કેમકે અમે વર્ષોથી આ બધા સાથે સંકળાયેલા હતા એ વખતે પપ્પા રેઇકી કે મોટીવેશનલ ટ્રેનર નહોતા પણ જાણતા હતા એટલે મારા માટે આ ટેક્નિક કોમન હતી પણ કેમ મને વધારે ખેંચી ગઈ. સેમિનાર પૂરો થયો પછી ત્યાં લાઈવ ઢોકળા આપણા ફેવરિટ એનો નાસ્તો પણ હતો એટલે આપણે એ કર્યો પણ શરમ માં ઓછું ખાધું પણ મિત્રો એવા હતા કે ફર્સ્ટ ટાઈમ માં જ થોડા વધારે લીધેલ પણ પછી ઘેર આઈ ને મન માં ને મન માં આજ વિચાર આવતો હતો અને બીજા દિવસે પણ એજ કે કઈ રીતે મારા ગોલ ને સેટ કરું પણ કહેવાય છે લાલચ બુરી બલા હે અને પાડવાની પહોંચ ના હોય તો તોપખાના માં નામ ના નોંધાવાય પણ મેં કર્યું . હું લાલચ માં અને કઈ મેળવવાની ઘેલછા માં પાગલ બની ગયો હતો મને મારા પોતાનું ભાન પણ નહોતું કે હું શું કરી રહ્યો છું મારા માટે બધું જ એક મૃગજળ સામી દોડ એ એક સપનું જ હતું પણ ખબર નહિ કેમ હું આ સપનું જીવી રહ્યો હતો આ સપનું મારુ સાચું થઇ રહ્યું હોય એમ હું મારી સાથે જીવી રહેલ પણ મને એ નહોતી ખબર કે આ સપનું તૂટશે ત્યારે કેટલું એ થશે પણ તોય આપણે ઊંચો ગોળ કરી ને બેસી ગયા પણ મહેનત એટલી જ કોઈ વધારો નહીં પછી શું કંકોડા માંથી રિઝલ્ટ મળે ? બહુ ઊંચા ગોલ નું વિસન કરી ને બેસી ગયો મહેનત વધારવાના બદલે સપના વધવા લાગ્યા અને ડેસ્ટીની પણ શરૂઆત માં સાથ આપ્યો કે કદાચ આ મહેનત વધારશે એમ સમજી ને પણ પાછળ થી એમનેય ખબર પડી ગઈ પણ આતો લાંબી કહાની છે મેં હજી તો ગોલ જ સેટ કરેલ અને એક્ષામ ની તૈયારી માં લાગેલ સ્કૂલ અને સ્કૂલ થી ટ્યૂશન અને આ બને વચ્ચેના સમય માં વાંચવાનું પણ એમાં પણ સપનાઓ પહલે એમાં ને એમાં સમય ઘટતો જતો હતો અને પરીક્ષા નજીક આવી રહી હતી ધીમે ધીમે કરતા માર્ચ એન્ડિંગ આવી ગયો ને પી.ટી. ની પ્રેકટિકલ એક્ષામ પણ આવી ગઈ બસ હવે ૨ દિવસ જ બાકી હતા આ પ્રેક્ટિકલ થી અને હું યોગા ની પ્રેક્ટિસ માં લાગી ગયો હતો , વ્યાયામ પણ શરુ કરેલ અને એજ ગોલ કે પહેલું જ આવવું છે જીતવું છે પણ આજે ખબર પડી કે લાઈફ માં જીતવું આસાન નહિ કે હારવું પણ ખરી જીત ત્યારે જ થાય જયારે લોકો હારવાની રાહ જોઈ ને બેઠા હોય અને સાચી હાર પણ ત્યારે જ થાય જયારે લોકો જીતવાની રાહ જોઈને બેઠા હોય પણ આ બધાની વચ્ચે નો જે સમય હોય એ ટેન્શન વાળો ટાઈમ બહુ ખતરનાક હોય છે અને આ ખતરનાક ટાઈમ ની શરૂઆત થઇ ગયેલ હવે દિલ દિમાગ બંને ની રેસ વધી રહી હતી અને સ્પીડ પણ સામે સમય ઓછો અબ આખિર બંદા કરે તો ક્યાં કરે પણ હશે અપને તો મસ્ત મોલા જ રહેલ અહીં થી આગળ ની વાત આવતા હપ્તે ત્યાં સુધી લોકડાઉન માં ઘેર જ રહો , પરિવાર સાથે સમય વિતાવો અને સ્વસ્થ રહો.આજ ના આ બ્લોગ , આ વાર્તા ને લઇ ને તમારા કોઈ કમેન્ટ કે સજેશન હોય તો મને જણાવી શકો છો. નીચે મારા સોશ્યિલ મીડિયા ની લિંક્સ છે જેમાં પણ તમે ડાયરેક્ટ મને મળી શકો છો. આપ નો પ્રતિભાવ હંમેશા મને આવકાર્ય રહેશે. આવતા રવિવારે લવ ડોઝ અનલિમિટેડ માં એક લવ સ્ટોરી સાથે મળીશું ત્યાં સુધી હેપી વિક અગેઇન અને વાંચવા બદલ સૌ મિત્રો નો આભાર . મારા સોશ્યિલ મીડિયા પાર્ટનર નો પણ દિલ થી આભાર કેમકે એ ટીમ વગર હું કદાચ ફરી લખવાનું સાહસ ના કરી શકતો હોત.
ફેસબુક : https://www.facebook.com/ManthanThakkarOfficial
ટ્વિટર :
https://twitter.com/ManthanVThakkar
Comments
Post a Comment