લવ ડોઝ અનલિમિટેડ - ભાગ- ૫ - ૧૦ મે ૨૦૨૦
હેલો
મિત્રો કેમ છો બધા? આજે
મે મહિના નો બીજો રવિવાર
પણ એના કરતા પણ મહત્વની વાત
એ કે બીજા રવિવારે
આપણે લવસ્ટોરી ની વાત કરીયે
છીએ. બીજું વિક અને એમાં પણ લવડોઝ માં
આપણે વાત કરીયે છીએ પ્રેમ ની , પ્રેમીઓ ની , એ દિલ ની
વાત પરંતુ આજે એક એવી લવસ્ટોરી
ની વાત કરીયે જે એક ખુબ
નાની વાત છે. સૂરજ નામ એવું જ કામ. આગ
ના ગોળા જેવો જો એના રસ્તા
માં કોઈ આવ્યું તો ભષ્મ જ
થઇ ગયો સમજો અને આ બાજુ ચાંદની
એમાં પણ નામ એવું
જ તેજ અને તેજસ્વી. આમ તો બંને
જણા નામ થી એક બીજા
ના વિરોધી પણ દિલ થી
એક બીજા ની સાથે જ
, વિધાતા એ લખેલ લેખ
ના લીધે જ બંને જણા
નું મિલન થયું . સૂરજ નું ફેમિલી એટલે શહેર નું સૌથી મોટા આઈ.પી.એસ.
નું ઘર. અને ચાંદની એટલે ૫ ગામ માં
જેનું નામ હતું એ ખાનદાન ની
એક માત્ર દીકરી પણ જેના પપ્પા
એ ગામ ની જમીન માટે
દુશ્મની લીધેલ એટલે બાજુ ના ગામ ના
સૌથી મોટા ઠાકુર ની સાથે દુશ્મની
હતી.સૂરજ અને એના કાકા ચાંદની ને જોવા માટે
એના ગામે જવા નીકળ્યા પણ સૂરજ ને
હજી લગ્ન ની ઈચ્છા નહોતી
એટલે એણે કાકા ને ના પડી
દીધી પણ ઘરવાળા ને
લીધે એ જોવા ગયા
બીજી બાજુ અંગત દુશ્મની માટે ચાંદની ને બાજુ ના
ઠાકુર ના લોકો ઉઠાવી
ને લઇ ગયા હતા.
હવે સૂરજ અને એના કાકા કેમ કરી ને ચાંદની ના
ઘર વાળા ના પડે એનો
પ્લાન કરતા હતા અને એ લોકો ગામ
માં પહોંચી ગયા. ગામડે ઘરે જઈ ને બેઠા
અને આ બાજુ ગામ
વાળા પણ સાચી હકીકત
છુપાવતા હતા એટલે જાત ભાત ની વાતો કરવા
લાગ્યા ઘડીક માં ડિસ્કો તો દારૂ પાર્ટી
જેવી વાતો પણ કરી અને
આ લોકો પણ સંબંધ ના
જોડાય એટલે આ બધી વાત
માં હા કરી પણ
ગામ વાળા આ વાત ને
સન્માની અને સંબંધ જોડાય એનો પ્રયાસ કરતા રહ્યા કેમકે થોડી ક જ વાર
માં ચાંદની એના ઘરે અવની હતી પોલીસ એને પછી લાવવા ગઈ હતી પણ
એ હજી આવી નહોતી બીજી બાજુ આ લોકો સંબંધ
તૂટે એટલે ઘણા પ્રયાસ કરતા હતા. પરંતુ એમાં 3-૪ કલાક થઇ
ગયા અને સૂરજ ઉગ્ર થઇ ને ચાંદની
ના પપ્પા સાથે મળવા ગયો પણ ચાંદની ના
પપ્પા એ એની માફી
માંગી અને બધી હકીકત કહી દીધી બસ પછી શું
સૂરજ ની અંદર એક
આગ ઉઠી અને બીજા બધા ભષ્મ થવાની તૈયારી માં હતા એ સીધો એના
કાકા અને ગામ ના વડીલ સાથે
બાજુ ના ઠાકુર ને
ત્યાં ગયો પણ ત્યાં ગુંડાઓ
એ એને રોક્યો તો જવાબ માં
એટલું જ કીધું કે
એ છોકરી જોવા અયેલો અને એ વગર પાછો
નહિ જાય પણ ગુંડાઓ એ
એને રોક્યો તો સૂરજે એકશન
ચાલુ કરી દીધી એ ગુંડાઓ ને
માર મારી ને ઘાયલ કરી
દીધા પછી સીધો દરવાજે લાત મારી ને અંદર ગયો
અને બીજા લોકો ને પણ ખુબ
માર્યા લગભગ ૫ મિનિટ માં
ઠાકુર ની હવેલી એ
સ્મશાન ઘાટ બની ગયેલ અને પછી ઠાકુર ને પણ મેથી
પાક આપ્યો અને પછી એને દુલ્હન એટલે કે ચાંદની ને
લાવવાનો કહ્યું પણ પછી ચાંદની
ને જોઈ ને સૂરજ પણ
ચાંદની ના રંગ માં
રંગાઈ ગયો અને ચાંદની પણ સૂરજ ના
તેજ માં બંને ને પ્રથમ નજર
માં જ પ્રેમ થઇ
ગયો. આ બાજુ સૂરજ
ના પાડવા ગયેલ પણ એતો ગોળધાણા
લેતો આવ્યો અને પછી ટૂંક સમય માં જ બંને એક
બીજા ના પ્રેમ માંથી
લગ્ન બંધન માં બંધાઈ ગયા. આજ ના આ
બ્લોગ , આ વાર્તા ને
લઇ ને તમારા કોઈ
કમેન્ટ કે સજેશન હોય
તો મને જણાવી શકો છો. નીચે મારા સોશ્યિલ મીડિયા ની લિંક્સ છે
જેમાં પણ તમે ડાયરેક્ટ
મને મળી શકો છો. આપ નો પ્રતિભાવ
હંમેશા મને આવકાર્ય રહેશે. ત્યાં સુધી હેપી વિક અગેઇન અને વાંચવા બદલ સૌ મિત્રો નો
આભાર . મારા સોશ્યિલ મીડિયા પાર્ટનર નો પણ દિલ
થી આભાર કેમકે એ ટીમ વગર હું કદાચ ફરી લખવાનું સાહસ ના કરી શકતો
હોત
ટ્વિટર
: https://twitter.com/ManthanVThakkar
Comments
Post a Comment