મેરી કહાની મેરી ડિજિટલી ઝુબાની - ભાગ-૫ - ૦૩ મે ૨૦૨૦


હેલો મિત્રો કેમ છો બધા? આજે મે મહિના નો પ્રથમ રવિવાર અને આજે પ્રથમ રવિવારે આપણે વાત કરીશું મારી કહાની મારી ડિજિટલી ઝુબાની. પરંતુ આજ ની વાત શરુ કરતા પહેલા બધા ને એક વિનંતી કે આજે દુનિયા માં કોરોના જેવી વૈશ્વીક મહામારી સામે આપણે સૌ લડી રહ્યા છીએ ત્યારે તમે તમારા ઘર માં રહેજો અને સ્વસ્થ રહેજો તમારું અને તમારા પરિવાર નું ધ્યાન રાખજો. આમ તો આજે છેલ્લો દિવસ હતો લોકડાઉન નો પરંતુ હાલ ની પરિસ્થિતિ જોતા એને વધારીને ૧૬ મી તારીખ સુધી કર્યું છે પરંતુ  જેમ દરેક અંધારી રાત પછી સોના નો સુરજ ઉગે છે એમ સમય પણ જતો રહેશે અને બહુ જલ્દી બધું સારું થઇ જશે. હવે વધારે સમય ના બગાડતા આગળ ની વાત શરુ કરીયે ગયા હપ્તે તમે જોયું કે મારી અંદર એક તોફાન શરુ થઇ રહ્યું હતું ત્સુનામી મારો પડછાયો બની ગઈ હતી અને એક તોફાન ને લીધે હું દિમાગ થી રાઉડી બની ગયેલ અને ધીમે ધીમે કદાચ આમ ને આમ હું લક્ષણ થી પણ રાઉડી બનવા જઈ રહ્યો હતો. જે વસ્તુ ને ઇગ્નોર કરવી હતી એજ મારી સામે આવી રહી હતી જેના પર નફરત થઇ હતી ત્યાં પ્રેમ થતો હતો સેલ્ફ ચેલેન્જ આમ તો વીક માં દસ વખત ની હતી પરંતુ દસ વખત માંથી નવ વખત તો બે દિવસ માં પૂર્ણ થઇ ગયેલ અને હું કન્ફયુઝન ના ટોપ લેવલ પર આવી ગયેલો આમ તો લાઈફ માં જેટલો કન્ફયુઝ થયેલો એની શરૂઆત હતી મોડ પણ તોય એમાં સૌથી હાઈ લેવલ પર હતો કે જે વસ્તુ શક્ય નહોતી કઈ રીતે થઇ છે પણ આકાશવાણી થતી હોય એમ મને એક અવાજ સંભળાતો હતો  તું કરે છે જે તું ઈચ્છે છે પણ થાય છે જે હું ઈચ્છું છું . વધારે ફોંકસ ના કરતા હું મારા બીજા કામ માં લાગી ગયો અને સૂરજ અસ્ત થઇ રહ્યો હતો અને હું મારા વિચારો માં . વધારે ધ્યાન ના આપતા હું રાતે જમી ને ફટાફટ સુઈ ગયો અને બીજે દિવસે સવારે ઉઠી ને હું બહાર ના ગયો મારુ કામ કરતો રહ્યો પણ ત્યાં અચાનક એક જોરદાર અવાજ આયો મને લાગ્યું કે કોઈક નો એક્સિડેન્ટ થયો છે એટલે હું દોડી ને બહાર આયો અને મારા જેવા બીજા બધા પણ દોડી ને બહાર આવ્યા પણ જોયું તો સામે બસ ડ્રાઈવરે રિવર્સ કરતા જોર થી બ્રેક મારેલી થેન્ક ગોડ કે બોસ કોઈ અથડાયું નહોતું અને હું અંદર આવતો હતો ત્યાં દસમી વખત ની ચેલેન્જ પુરી થઇ અને મેં સામે મહાદેવ ના મંદિર સામે જોયું તો આમ તો મૂર્તિ દેખાય એવું હતું નહિ પરંતુ દિવસે ના જાણે કેમ પણ મહાદેવ જી મને કશું કઈ રહ્યા હોય ,બોલાવી રહ્યા હોય એમ લાગ્યું પણ હું વધારે ના વિચારતો અંદર ગયો અને બોર્ડ ની એક્ષામ સ્ટાર્ટ થઇ ગયેલ અને અમારી એક્ઝામ ને મહિના ની વાર હતી એટલે હું તૈયારી કરવા લાગ્યો પણ નસીબ માં હોય એના થી પહેલા અને એના થી વધારે કોઈ ને ક્યારેય મળ્યું નથી અને મળશે પણ નહીં. બીજે દિવસે હું અને બોબી સાથે ટ્યૂશન ગયા પણ હવે અંદર નું તોફાન બહાર અવાનૂ હતું અને સડકો પર એક નવો રાઉડી પેદા થવાનો હતો જેના લીધે લોકો ને માન ની સાથે ડર પણ લાગત . હું ટ્યૂશન માટે અંદર જતો હતો ત્યાં બોબી ને 2- જણે મજાક કરી અને એજ લોકો હતા જેના પર મારી છટકેલ હતી પણ અફસોસ દિવસે ટ્યૂશન નો ટાઈમ થઇ ગયો હોવાથી ના તો હું કઈ કરી શકયો કે ના બોબી બાકી બહુ મસ્ત જવાબ આપવો હતો પણ જવાબ મેં આપ્યો. - દિવસ પછી મને મોકો મળયો રાતે હું વસ્તુ લેવા જતો હતો ત્યાં લોકો પણ હતા અને મને દાઝ ઉતારવાનો મોકો પણ મળી ગયો પણ હજી એક પ્રોબ્લેમ હતો કે પબ્લિક પ્લેસ માં કઈ રીતે મારવા પણ પછી થોડી દૂર લોકો ગયા અને ત્યાં મને એક રસ્તો મળ્યો એક સુમસામ જગ્યા પર ઉભા રહી ને લોકો મજાક કરી રહ્યા હતા ત્યાં મેં ચહેરા પર રૂમાલ બાંધી ને બંને ને એક એક દઈ દીધી પણ હવે લોકો એમ શાંત બેસે એમ નહોતા પણ મારી અંદર નું તોફાન હવે ત્સુનામી બની ગયેલ અને ત્સુનામી આવે ત્યારે બધું નાશ કરી દે છે એમ લોકો ને પણ મેં ભાન ભૂલી ગયા હોય એમ માર્યા હાથ માં પથ્થર લઇ ને એકનો પગ તોડી નાખ્યો અને બીજા નો હાથ પણ વાત આજ સુધી ના તો લોકો જાણે છે કે હું હતો ના બીજું કોઈ. બીજા દિવસે એમણે એક્સિડેન્ટ નું બહાનું કર્યું પણ મન થી તો લોકો હજી મને શોધી રહ્યા હતા પણ લાઈફ માં ફર્સ્ટ ટાઈમ મેં કોઈ ને રૂમાલ થી મોં છુપાવીને મારેલ હશે અને એક નવા હીરો ની શરૂઆત થઇ હતી એમ.ટી . બસ હવે ત્સુનામી ને નદીઓ મળતી ગઈ જ્યાં પણ કોઈ ખોટું થતું ત્યાં ત્સુનામી નાશ કરવા જતી અને ત્સુનામી માં બીજા કેટલાય દબંગાઈ અને એક્શન પેક મળતા ગયા. આમ તો એક જણ સાવ લુખ્ખો લાગે પણ એને દરેક લોકો ની ઇન્ફોરમેશન હોય અને લોકો એને ડોન કેહતા બસ ડોન પણ સાથી બની ગયો એક વાર એની સાથે મારી ઓળખાણ થઇ ત્યારે એણે મને કીધું કે ભાઈ કોઈ પણ તકલીફ હોય , કોઈ ને મારવા હોય તો કહેજે કામ થઇ જશે અને બસ એક નવો હાથ મળી ગયો . એમાં પણ એક વાર એને મસાલા માટે રૂપિયા ની જરૂર હતી અને મેં ૧૦ રૂપિયા ની હેલ્પ કરી ત્યાર થી મારો ફેન બની ગયો . હા દસ રૂપિયા માં ફેન કેમકે જમાનો હતો જયારે ૧૦ રૂપિયા માં અમુલ ગોલ્ડ લઇ તો પણ રૂપિયો વધતો હવે લોકો માં મારો પ્રેમ અને ડર બંને જગ્યા બનાઈ બેઠા હતા. સ્કૂલ માં પણ સીડીઓ માં મારા મારી અને ઝઘડાઓ માં હું વધતો જતો હતો . એક - બે વખત થોડી મુસીબત પણ થઇ ગઈ હતી પણ ભગવાને એમાં પણ મને બચાવી લીધેલ . હવે મન ફરી થી બેડોળ થઇ રહ્યું હતું અને પરીક્ષા પણ નજીક આવી રહી હતી અને ત્યાં પપ્પા ના મિત્ર પણ પપ્પા ને માન થી બોલાવનાર અને પપ્પા ને માનનાર સુહાગ પંચાલ મોટિવેશનલ ટ્રેનર નો સેમિનાર ટ્યૂશન તરફ થી યોજ્યો અને એમાં જવાનું હતું . ટ્યૂશન તરફ થી હતો એટલે આપણે થોડા વધારે ખુશ હતા એના ઘણા કારણો હતા પણ અહીં થી આગળ ની વાત આવતા હપ્તે ત્યાં સુધી લોકડાઉન માં ઘેર રહો , પરિવાર સાથે સમય વિતાવો અને સ્વસ્થ રહો.આજ ના બ્લોગ , વાર્તા ને લઇ ને તમારા કોઈ કમેન્ટ કે સજેશન હોય તો મને જણાવી શકો છો. નીચે મારા સોશ્યિલ મીડિયા ની લિંક્સ છે જેમાં પણ તમે ડાયરેક્ટ મને મળી શકો છો. આપ નો પ્રતિભાવ હંમેશા મને આવકાર્ય રહેશે. આવતા રવિવારે  લવ ડોઝ અનલિમિટેડ માં એક લવ સ્ટોરી સાથે મળીશું ત્યાં સુધી હેપી વિક અગેઇન અને વાંચવા બદલ સૌ મિત્રો નો આભાર . મારા સોશ્યિલ મીડિયા પાર્ટનર નો પણ દિલ થી આભાર કેમકે ટીમ  વગર હું કદાચ ફરી લખવાનું સાહસ ના કરી શકતો હોત.

ફેસબુક :  https://www.facebook.com/ManthanThakkarOfficial
ટ્વિટર : https://twitter.com/ManthanVThakkar

Comments