લવ ડોઝ અનલિમિટેડ - ભાગ- ૪ - ૧૨ એપ્રિલ ૨૦૨૦
હેલો
મિત્રો કેમ છો બધા? આજે
એપ્રિલ મહિના નો બીજો રવિવાર
પણ એના કરતા પણ મહત્વની વાત
એ કે બીજા રવિવારે
આપણે લવસ્ટોરી ની વાત કરીયે
છીએ. બીજું વિક અને એમાં પણ લવડોઝ માં
આપણે વાત કરીયે છીએ પ્રેમ ની , પ્રેમીઓ ની , એ દિલ ની
વાત પરંતુ આજે એક એવી લવસ્ટોરી
ની વાત કરીયે જે એક ખુબ
નાની વાત છે પરંતુ ક્યારેક
પ્રેમ એવો પણ હોય છે.
જાનકી અને વત્સલ બંને ના મેરેજ છે
કદાચ ૧૦ દિવસ ની
જ વાત છે ઘર માં
ખુબ ખુશીઓ છે અને આજ
સમયે રાજ ની એન્ટ્રી થાય
છે.રાજ એટલે જાનકી ના ભાઈ નો
મિત્ર જે સ્પેશ્યલી જાનકી
ના મેરેજ માટે આયો હતો કદાચ રાજ અને જાનકી ની પ્રથમ મિટિંગ
હશે પણ કેમ જાણે
બંને ને પ્રથમ મિટિંગ
માં જ એક બીજા
નું ઘેલું લાગ્યું અને બને ને એક બીજા
થી પ્રેમ થતો હોય એવું લાગ્યું પણ હવે પ્રેમ
થાય તો પણ શું
કામનું કેમકે લગ્ન ને ફક્ત દસ
દિવસ ની જ વાર
હતી અને તૈયારીઓ બધી થઇ ગયેલી બંને જણા અત્યારે તો એક બીજા
થી કોઈ બહાને છુટા પડ્યા પણ ૨ જ
દિવસ માં બંને એક બીજા ને
પોતાના દિલ ની વાત કહી
બેઠા પણ હવે કોઈ
ઓપશન નહોતો કારણ કે મેરેજ ને
હવે ફક્ત ૭ દિવસ જ
બાકી હતા અને બીજા બધા પ્રસંગ શરુ પણ થઇ ગયા
હતા. લગ્ન ની અગ્લી રાતે
બંને એક બીજા ને
મળ્યા અને આ પ્રેમ ને
એક સ્વપન સમજી ને ભૂલી જવાનું
વિચાર્યું અને રાજ ત્યારે જ નીકળી જવાનો
હતો પરંતુ વિધાતા ના લેખ એટલા
કાચા પણ નહોતા કોઈ
કારણસર રાજ ના
નીકળી શક્યો અને આખરે એ દિવસ આવી
ગયો હંમેશા ખુશ રહેતી જાનકી ના ચહેરા પર
આજે ફેમિલી અને રાજ થી છુટા પડવાનું
દુઃખ નજરે આવતું હતું . વત્સલ જાન લઇ ને દરવાજે
આવી ગયો હતો ને જાનકી એને
વરમાળા પહેરવા ગઈ પણ સામે
વત્સલ એને સાચો પ્રેમ કરતો હતો એ આના ચહેરા
પર થી સ્પષ્ટ વાંચી
શક્યો કે કોઈ ગરબડ
છે અને એને જાનકી ને એકલા મળવા
નું કહ્યું અને પૂછ્યું કે શું થયું
? એ કોઈ બીજા ને તો પ્રેમ
નહિ કરતી ને? જાનકી એ પણ કદાચ
આને ભગવાન નો ઈશારો માની
ને પોતાના દિલ ની વાત કરી
દીધી સામે વત્સલ પણ દિલેર નીકળ્યો
એ બહાર આવ્યો અને તરત જ જાનકી ને
રાજ ના હાથ માં
સોંપી દીધી બધા જાનૈયા ઓ વિચાર માં
પડી ગયા પણ પોતે ખુશ
હતો કેમકે જાનકી ના ચહેરા પર
ખુશી હતી વત્સલે બધી વાત કરી અને લોકો ને દિલ માં
પોતાનું મન બનાવ્યું પણ
જે જાન લઇ ને આવેલો
એ જ જાન લઇ
ને એ પાછો ગયો
કદાચ એવું ક્યાંય જોવા ના મળ્યું હોય
એવું આજે થયું આજ ના આ
બ્લોગ , આ વાર્તા ને
લઇ ને તમારા કોઈ
કમેન્ટ કે સજેશન હોય
તો મને જણાવી શકો છો. નીચે મારા સોશ્યિલ મીડિયા ની લિંક્સ છે
જેમાં પણ તમે ડાયરેક્ટ
મને મળી શકો છો. આપ નો પ્રતિભાવ
હંમેશા મને આવકાર્ય રહેશે. ત્યાં સુધી હેપી વિક અગેઇન અને વાંચવા બદલ સૌ મિત્રો નો
આભાર . મારા સોશ્યિલ મીડિયા પાર્ટનર નો પણ દિલ
થી આભાર કેમકે એ ટીમ વગર હું કદાચ ફરી લખવાનું સાહસ ના કરી શકતો
હોત.
ફેસબુક
: https://www.facebook.com/ManthanThakkarOfficial
ટ્વિટર : https://twitter.com/ManthanVThakkar
ટ્વિટર : https://twitter.com/ManthanVThakkar
Comments
Post a Comment