મેરી કહાની મેરી ડિજિટલી ઝુબાની - ભાગ-4 - ૦૫ એપ્રિલ ૨૦૨૦



હેલો મિત્રો કેમ છો બધા? આજે એપ્રિલ મહિના નો પ્રથમ રવિવાર અને આજે પ્રથમ રવિવારે આપણે વાત કરીશું મારી કહાની મારી ડિજિટલી ઝુબાની. પરંતુ આજ ની વાત શરુ કરતા પહેલા બધા ને એક વિનંતી કે આજે દુનિયા માં કોરોના જેવી વૈશ્વીક મહામારી સામે આપણે સૌ લડી રહ્યા છીએ ત્યારે તમે તમારા ઘર માં રહેજો અને સ્વસ્થ રહેજો તમારું અને તમારા પરિવાર નું ધ્યાન રાખજો . જેમ દરેક અંધારી રાત પછી સોના નો સુરજ ઉગે છે એમ સમય પણ જતો રહેશે અને બહુ જલ્દી બધું સારું થઇ જશે. હવે વધારે સમય ના બગાડતા આગળ ની વાત શરુ કરીયે ગયા હપ્તે જોયું કે મારા માં એક તોફાન ઉઠયું હતું અને એક સુનામી ની શરૂઆત થવાની હતી બસ તોફાન શરુ થઇ ગયેલ એવું તોફાન હતું કે જેમાં કદાચ બીજા માટે ની લડાઈ માં હું ઉતરી ગયેલો બીજા ની લાઈફ ને ઠીક કરવા માટે આગ માં કૂદવાનું હતું પણ અહીં મારી લાઈફ માં તોફાન આવવાનું હતું . બીજા ના પ્રોબ્લેમ પોતાના સમજી ને મેં સોલ્વ કરવાના શરુ કરી દીધા હતા પણ વખતે ના તો મારી પાસે કોઈ હનુમાન હતો કે જે સતુયગ માં રઘુવંશી ના એક અવાજ પર આખો પહાડ લઇ આવે એમ રઘુવંશી પાસે ના કોઈ હનુમાન હતો કે પછી કોઈ તારક મેહતા હતા જે જેઠાલાલ ની મદદ કરી શકે . શરૂઆત માં 2- લોકો ના પ્રોબ્લેમ સોલ્વ કરતા મજા પડી અંદર થી એક આનંદ મળ્યો અને પોતાની જાત ને પણ હું વન મેન રાઉડી સમજવા લાગ્યો કે જેની પાસે  બધા સોલ્યૂશન છે દરેક પ્રોબ્લેમ નું સોલ્યૂશન ફક્ત મારી પાસે છે . પણ અભિમાન તો સતયુગ માં રાજા રાવણ નું પણ નહોતું રહ્યું તો આતો કલયુગ હતો અને એમાં પણ હું તો હજી ઝીરો હતો અને અભિમાન લેવા લાગ્યો પણ પછી શું અભિમાન અને મારી ક્ષણિક ખુશીઓ બંને ટૂંક સમય માં પતિ ગઈ . જે ધાર્યું ના હોય થવાનું શરુ થઇ ગયું પણ હજી હું કઈ સમજી શકું પહેલા મારા દિલ અને દિમાગ પર એક બહુ મોટો ઝાટકો આવવાનો હતો.

 હોળી આમ તો રંગો નો તહેવાર છે પણ મારા દિલ નો રંગ ઉડવાનો હતો એક અઠવાડિયા ની વાર હતી જેમાં મારા સપના પણ તૂટવા ના હતા અને દિલ પણ. ધુળેટી નો તહેવાર આઈ ગયો આમ તો કાલે હતો પણ બધા સ્કૂલ માં અને ટ્યૂશન માં રજા હોવાથી લોકો આજે હોળી રમતા પણ મને સ્કિન એલર્જી હતી એટલે હું જલ્દી આઈ ગયેલો. ઘરે મમ્મી લાડુ પણ બનાવેલા એટલે એની ખુશી વધી ગઈ હતી પણ હવે બધી ખુશી કલાક નહિ પરંતુ મિનિટો માં પુરી થવાની હતી મને મમ્મી કીધું એટલે હું લાડુ જુના ઘરે આપવા જતો હતો પણ રસ્તા માં બધો હરખ તૂટી ગયો અને મગજ માં ગાંડપણ પણ ઘુસી ગયો પણ મજબુર હતો કઈ ના કરી ને ચુપચાપ બા ને લાડુ આપી ને મારા ઘરે આઈ ગયો અને ચાનો સમય થઇ ગયેલ એટલે ચા પીવા લાગ્યો પણ પછી હવે કોઈ હરખ નહોતો રહ્યો ના કોઈ ઈચ્છા હતી બધું પલભર માં ખતમ થઇ ગયું એવું લાગતું હતું પણ કહેવાય છે ને કે અગર કિસી ચીજ કો સચ્ચે દિલ સે ચાહો તો સારી કાયનાત ઉસે મિલાને કી સાજીશ મેં લગ જાતિ હે બસ મારી નજર ભગવાન પર પડી હસી રહ્યા હતા મેં મન માં એટલું કીધું કે હસો મજા આવે છે ને કઈ નહિ પણ ત્યાં એમણે કીધું કે તું કરે છે જે તું ઈચ્છે છે પણ થાય છે જે હું ઈચ્છું છું . મેં કીધૂ ભગવાન તમેય રમો મારી સાથે હવે. પણ પછી મેં મારી જાત ને એક ચેલેન્જ આપી કે બોસ હવે બધું બંધ પણ ત્યાં મને કોઈ અવાજ આયો જોયું તો કોઈ હતું નહિ અંતે મેં ભગવાન સામે જોયું મને લાગ્યું કે બોસ કોઈ ખેલ પાડવાના મૂડ માં છે આમ તો હું હવે ગુંડો થઇ ગયેલ પણ તોય મેં કીધું ઠીક છે એક વિક માં જો દસ કે એના થી વધારે મારી સામે આવે તો માનું કે તારી મરજી છે એમ કહી ને હું મારા કામ માં લાગી ગયો પણ કહેવાય છે ને આપણે જેને ઇગ્નોર કરીયે અને જે ના ઈચ્છતા હોય અક્સર થાય છે મારી સાથે પણ આજ થતું હતું મારા ઇગનોર કરવા છતાં પણ મને એજ દેખાતું હતું આજે પણ મારુ દિલ રોવે છે અને વખતે પણ દિલ રોતું હતું બસ કારણ અલગ છે પણ હું કઈ સમજી નહોતો શકતો. હું સાંજે હોલિકા ના દર્શન કરવા ગયો અને પ્રદક્ષિણા કરી ને જમી ને પણ જલ્દી સૂતો પણ આજે ઊંઘ નહોતી આવતી દિલ અને દિમાગ બંને અલગ અલગ દિશા માં દોડી રહ્યા હતા પણ શું કરું? જેમતેમ કરી મન શાંત કરી ને સુઈ ગયો અને બીજે દિવસે સવારે ઉઠી ને ગેલેરી માં આયો તો ફરી એજ ચિત્ર નજર સામે આવ્યું પળભર માટે તો એવું થયું કે શું મૃગજળ સમી દોડ તો નથી ને? પણ ના. જે વસ્તુ સંભવ નહોતી થઇ રહી હતી કદાચ ભગવાન નો આજ આદેશ હશે એમ સમજી ને લોકો ને રમતા જોયા અને પછી ઘરે હતો રજા ને લીધે એટલે જમી ને સુઈ ગયો સાંજે ઉઠી ને કોઈ કામ થી હું જુના ઘેર ગયો અને ત્યાં થી પ્રથમ વખત દાદા ને ઘેર લાયો હતો હું વખતે મેં અંદર થી ભગવાન નો આભાર પણ માન્યો અને દિલ બમણું રોયું પણ ખુશી ને લીધે કે અલગ થયા પછી મહિને દાદા અને પપ્પા મળ્યા આખું બ્રહ્માંડ મળી ગયું અને બધી ખુશીઓ મળી ગઈ હોય એવું લાગવા લાગ્યું પણ જેવો બહાર આવી ને ગેલેરી માં ઉભો રહ્યો તો ફરી એજ દ્રશ્ય મારી આંખ સામે રમતું થયું મેં ભગવાન ને પૂછ્યું કે બોસ શું કરો છો? યાર કેમ મારી પતર ફાળો છો પણ એમનું હાસ્ય મને એજ કેહ્તું હતું કે  તું કરે છે જે તું ઈચ્છે છે પણ થાય છે જે હું ઈચ્છું છું . જે ચેલેન્જ વીક ની હતી કદાચ રજા ના દિવસ માં પુરી થઇ રહી હતી અસંભવિત પણ સંભવિત થઇ રહેલ પણ દિલ હજી માનવા તૈયાર નહોતું શું થઇ રહ્યું છે પણ ઘર માં દાદા અને પપ્પા ને વાતો કરતા સાંભળી ને ફરી ખુશીઓથી મન ભરાઈ ગયું અને આજ ખુશી માં હું જીવવા લાગ્યો પણ એનો અર્થ નહિ કે હું ફરી થી એજ પરોપકારી બની ગયો હજી હું એજ ગુંડો હતો બસ હવે યુવાની માં પગલાં માંડવાની તૈયારી હતી તો એનું જોશ પણ છલકી રહયુ હતું સાથે સાથે રાઉડીગિરી પણ અને પાગલપન હદ થી પણ વધારે અને બધા માં બોનસ રૂપે ત્સુનામી તો આવી ગયેલી હવે બધું ભેગું થઇ ને કેટલું અને ક્યાં તોફાન મચ્યું આવતા મહિને ત્યાં સુધી લોકડાઉન માં ઘેર રહો , પરિવાર સાથે સમય વિતાવો અને સ્વસ્થ રહો આગળ ની વાત આવતા હપ્તે ત્યાં સુઘી ગુડબાય. આજ ના બ્લોગ , વાર્તા ને લઇ ને તમારા કોઈ કમેન્ટ કે સજેશન હોય તો મને જણાવી શકો છો. નીચે મારા સોશ્યિલ મીડિયા ની લિંક્સ છે જેમાં પણ તમે ડાયરેક્ટ મને મળી શકો છો. આપ નો પ્રતિભાવ હંમેશા મને આવકાર્ય રહેશે. આવતા રવિવારે  લવ ડોઝ અનલિમિટેડ માં એક લવ સ્ટોરી સાથે મળીશું ત્યાં સુધી હેપી વિક અગેઇન અને વાંચવા બદલ સૌ મિત્રો નો આભાર . મારા સોશ્યિલ મીડિયા પાર્ટનર નો પણ દિલ થી આભાર કેમકે ટીમ  વગર હું કદાચ ફરી લખવાનું સાહસ ના કરી શકતો હોત.


Comments