લવ ડોઝ અનલિમિટેડ - ભાગ- ૩ - ૦૨ માર્ચ ૨૦૨૦





હેલો મિત્રો કેમ છો બધા? આજે માર્ચ મહિના નો બીજો રવિવાર પણ એના કરતા પણ મહત્વની વાત કે બીજા રવિવારે આપણે લવસ્ટોરી ની વાત કરીયે છીએ. બીજું વિક અને એમાં પણ લવડોઝ માં આપણે વાત કરીયે છીએ પ્રેમ ની , પ્રેમીઓ ની , દિલ ની વાત પરંતુ આજે કોઈ લવસ્ટોરી ની વાત ના કરતા વાત કરીયે પ્રેમ વિષે. સાચો પ્રેમ. આમ તો આજે વિશ્વ મહિલા દિન છે અને આજે મહિલા દિવસ નિમિતે પહેલા તો આખા વિશ્વ્ ની મહિલા ને પ્રણામ અને સલામ એમની સ્થિતિ માટે, આજ ના લવડોઝ માં વાત કરીયે આપણે સાચા પ્રેમ અને નિસ્વાર્થ પ્રેમ ની, આજે આમ તો લવડોઝ છે પણ તોય હું મારી પોતાની વાત કરીશ ના મારી કોઈ લવસ્ટોરી નથી પણ પ્રેમ જે મને છેલ્લા ૨૪ વર્ષ થી મળતો આયો છે અને આજે એમના વિષે વાત કરવા માટે એક યોગ્ય દિવસ પણ છે. વાત પ્રેમ ની છે જે મને મારા ફેમિલી તરફ થી મળતો આયો છે. મારા પેરેન્ટ્સ તરફ થી ક્યારેય કોઈ શરત વગર નો પ્રેમ. કદાચ પ્રેમ એટલે શું ? નિસ્વાર્થ પ્રેમ અને કોઈ પણ જાત ની અપેક્ષા વગર આખી જિંદગી પ્રેમ કરવો એમને મને સમજાવ્યું. એમના પ્રેમ ને લીધે મને પ્રેમ નો સાચો અર્થ પણ જાણ્યો અને પ્રેમ એટલે શું ? પ્રેમ કોને કહેવાય ? બધું મને લોકો ના પ્રેમ ને લીધે સમજણ પડી. ખબર નથી પડતી કે ક્યાં થી વાત ની શરૂઆત કરું , મમ્મી - પપ્પા નો મારા તરફ નો પ્રેમ કહું કે એમની વચ્ચે નો પ્રેમ બધું એક નસીબદાર ને મળે. કદાચ હું પહેલે થી નસીબદાર હોઈશ કે જન્મે મને બધું માગ્યા વગર મળી ગયું . જન્મ્યો ત્યારથી એક આંગળી વધારે લઇ ને જન્મ્યો દુનિયાએ એને લકી ફિંગર કહી પણ મારુ ખરું લક તો મારુ ફેમિલી છે . પ્રેમ એટલે કોઈ પણ જાત ની અપેક્ષા વગર ની લાગણી , પ્રેમ એટલે અલગ હોય પરંતુ દિલ માં એનું સ્થાન હોય , પ્રેમ એટલે બલિદાન , હું જેમ છું રીતે મને અને મારી સાથે સેટ થાય પ્રેમ , બીજા માટે પોતે બદલાય અને બીજા ને પણ પોતા ના  માટે બદલી જાણે પ્રેમ , લાઈફ માં  મારા લીધે મારા મમી - પપ્પા ને કોઈ તકલીફ આઈ હશે તો પણ ક્યારેય એની કોઈ કમ્પ્લેન ના કરતા એમને મને પ્રેમ આપ્યો , આખી જિંદગી મારા સપના પુરા કરવા અને મને હસતો જોવા માટે એમને આપેલ બલિદાન એમનો નિસ્વાર્થ પ્રેમ, મારા ગુસ્સા , મારી ભૂલો ને હસતા મોઢે સ્વીકારી દિલ થી માફ કરી ને મને ફરી અપનાવવા મારી દરેક જીદ ને પૂરી કરી એમનો સાચો પ્રેમ. પ્રેમ એટલે પોતે દુઃખી હોય પણ બીજા ને હંમેશા હસતા જોવા પ્રેમ કદાચ એમના પ્રેમ ને ચૂકવવા મારે જન્મ પણ ઓછા પડશે , હા પણ મને એવો પ્રેમ ખાલી મમ્મી - પપ્પા  પાસે થી નહિ મારા ભાઈ પાસે થી પણ મળેલ છે  મારી તકલીફ ને કીધા વગર સમજી જાય , મારી ઈચ્છાઓ ને પુરી કરવા પોતે રાતે જાગી ને પણ સવારે મને સરપ્રાઇસ આપે , મારી ખુશીઓ કરતા વધારે મારા દુઃખ માં સામેલ થાય , જ્યાં હું પાછો પડ્યો હોવ ત્યાં આગળ આવી ને ઉભો રહે અને હિમ્મત આપે કે ચાલ લડી લઈએ , મારા દાદા પણ ખરા જાદુગર છે એમનો પ્રેમ પણ એટલો મજબૂત છે એક દોસ્ત ની જેમ મારી બધી વાત ને સમજી જાય અને મેં એમને પણ કદાચ ઘણી વાર હેરાન કાર્ય હશે પણ તેમ છતાં એમનો નિસ્વાર્થ પ્રેમ નો હું હંમેશા આભારી રહીશ. કદાચ બધા ને લીધે હું લવડોઝ નો પાર્ટ બન્યો ,બે પ્રેમીઓ ને મેળવવા હું મારુ યોગદાન આપી શક્યો અને બધા ના પ્રેમ નો બોન્ડિંગ એટલો મજબૂત છે કે જે દિવસે દિવસે વધતો જશે અને જેમાં કોઈ ની નજર પણ નહિ લાગે બસ આજે નોર્મલ પ્રેમ ની વાત કરી ઘણું લખવું છે પણ શબ્દો નથી બસ પ્રેમ પણ કાઈક આવો હોય છે તો આવતા અઠવાડીએ ફરી મળીશું અને આજ ના બ્લોગ , વાર્તા ને લઇ ને તમારા કોઈ કમેન્ટ કે સજેશન હોય તો મને જણાવી શકો છો. નીચે મારા સોશ્યિલ મીડિયા ની લિંક્સ છે જેમાં પણ તમે ડાયરેક્ટ મને મળી શકો છો. આપ નો પ્રતિભાવ હંમેશા મને આવકાર્ય રહેશે. ત્યાં સુધી હેપી વિક અગેઇન અને વાંચવા બદલ સૌ મિત્રો નો આભાર . મારા સોશ્યિલ મીડિયા પાર્ટનર નો પણ દિલ થી આભાર કેમકે ટીમ  વગર હું કદાચ ફરી લખવાનું સાહસ ના કરી શકતો હોત.



Comments