મેરી કહાની મેરી ડિજિટલી ઝુબાની - ભાગ-૩ - ૦૧ માર્ચ ૨૦૨૦
હેલો મિત્રો કેમ છો બધા? આજે માર્ચ મહિના નો પ્રથમ રવિવાર અને એ પણ માર્ચ મહિના ની પ્રથમ તારીખે જ. આજે પ્રથમ રવિવારે આપણે વાત કરીશું મારી કહાની મારી ડિજિટલી ઝુબાની. લાસ્ટ ટાઈમ જ્યાં થી અટકેલ ત્યાં થી આગળ વધતા વાત કરીયે તો લાસ્ટ ટાઈમ પર આપણે જોયેલ કે હું ટેલેન્ટ ના દિવસ ની રાહ જોઈ રહ્યો હતો અને અહીં ભણવાનું પણ ચાલુ રાખેલ પણ એક સમય માટે મન માં એન્જોયમેન્ટ આગળ વધી રહેલ પરંતુ કુદરત પહેલેથી જ બધું નિશ્ચિત કરી ને રાખે છે કદાચ આપણી ચિંતા છે કે પછી આપણી લાઈફ ના સિનેમાંસ્કોપ ના ફાઇનલ ડિરેક્ટર અને રાઇટર. ફાઈનલી રાહ જોતા એ દિવસ આઈ ગયેલ જેની હું અને મારા જેવા બીજા કેટલાય રાહ જોતા હતા . શનિવાર નો એ દિવસ મારા માટે કદાચ અડ્ધો કાળ રૂપ હશે. હું અને સંકેત સવારે સ્કૂલ ગયા અને સાંજે અમે ટેલેન્ટ માટે તૈયાર થઈ ને નીકળી ગયા અને હું મારા મિત્રો સાથે ગેટ પર જ રાહ જોતો હતો બીજા લોકો ની. આમ તો ૬:૩૦ નો ટાઈમ હતો પરંતુ હું અને મારા મિત્રો અને બોબી પણ હતો સાથે અમે એના ઘેર ગયા સાથે સાથે એની મસ્તી કરતા કરતા પાછા હોલ પર પહોંચ્યા પણ મને કદાચ આ સમયે ઘર ની પરિસ્થિતિ નો ખ્યાલ નહોતો હું ફક્ત મારા એન્જોયમેન્ટ માં જ રચ્યો પચ્યો હતો . એ વખતે કદાચ મારા ઘર માં દુકાળ માં અધિક માસ જેવી પરિસ્થિતિ હતી , મારા મમ્મી- પપ્પા કદાચ એક બીજા ને સહારે બેઠા હતા આવનાર સમય ની ચિંતા માં , આગળ શું કરવું એ કોઈ વાત ની ખબર નહોતી પડી રહી પણ કહેવાય છે ને ભગવાન જયારે એક રસ્તો બંધ કરે તો બીજા હજાર રસ્તા ખોલી દે છે બસ આવો જ એક ચમત્કાર એ દિવસે પણ થયો અને પલ ભર માં એ દુઃખ માંથી બહાર નીકળવાનો રસ્તો મળી ગયો સાથે સાથે આ બાજુ હું સ્વાદિષ્ટ ડીશ જમી રહ્યો હતો અને પછી ફટફર મારા મિત્રો સાથે સાંસ્કૃતિક કાર્યકર્મ જોવા ગોઠવાઈ ગયેલ. થોડી વાર માં જ હું ખબર નહિ ક્યાં ખોવાઈ ગયેલ અને બસ પછી છેક છેલ્લે સુધી એ જ સપનાઓ માં હું ખોવાઈ ગયેલ અને એક સ્વપનીય જિંદગી માં જતો રહ્યો હતો. એ દિવસે રાતે પણ લગભગ મને ઊંઘ નહોતી આવી રહી અને કદાચ મારા મન અને આંખો માં એ જ સપનાઓ ફરી રહ્યા હતા . બીજે દિવસે સવારે રવિવારે ફરી ઉઠી ને હું મારી બાલ્કની માં ઉભો રહી ગયો અને પછી એ દિવસે બપોરે ક્લાસીસ હતા એટલે નહિ ને નાસ્તો કરી થોડું લેશન પતાઈ ને જમી લીધું ત્યાં જ ટ્યૂશન નો ટાઈમ થઇ ગયેલ અને હું જવા નીકળ્યો પણ ત્યાં જ સૌરભ આવ્યો અને અમે લોકો સાથે જવા નીકળ્યા . રસ્તા માં મેં એને એના ગઈ કાલ ના ડાન્સ અને બીજી ઘણી વાતો કરી અમે ટેલેન્ટ ની એ વાતો કરતા કરતા ટ્યૂશન પહોંચ્યા પણ હાજી કોઈ આવ્યું નહોતું એટલે અમે ત્યાં બેઠા અને વાતો કરતા હતા ત્યાં જ વિનાયક અને રિષભ આવ્યા પછી અમે ચારેય જણા વાતો કરવા લાગ્યા. લગભગ ૨૦ મિનિટ વાતો કર્યા પછી લાગ્યું કે ક્લાસ્ કેન્સલ હશે એટલે અમે અર્પણ સર ના ઘેર ચાવી લેવા પહોંચ્યા ત્યાં અમને ખબર પડી કે ક્લાસ કેન્સલ છે એટલે અમે છૂટા પડ્યા અને ઘરે આવા નીકળ્યા . રસ્તામા અમને ચોરાફલી વાળા દાદા મળ્યા અને અમને એમની કપડાં ની દુકાન હતી ત્યાં એક મેસેજ આપવાનું કહ્યું મેં અને સૌરભે પેહલા વિચાર્યું કે શું કરવું છે પછી થયું ચાલ કરી દઈએ અને મેસેજ આપવા ગયા પણ એ ઘટના પછી કદાચ હું કે મારી અંદર કઈક થવા લાગ્યું અને મારી એક બદલાવ આવતો શરુ થઇ ગયો ખબર નહિ કેમ પણ આજે એક અજાણ્યા માણસ માટે મદદ ની ભાવના જાગી , લાગણી ફૂટી , ખબર નહિ કેમ પણ હું એક આંતરિક શૂન્યવકાશ માં જવા લાગ્યો. હું અજાણ્યો હોવા છતાં જાણીતો બની ગયેલ અને જાણીતો હોવા છતાં અજાણ્યો. મારી અંદર એક તોફાન મચ્યું હતું પણ મારા માં જયારે તોફાન મચે ત્યારે સુનામી જ આવે છે બસ આ પણ એવી જ કોઈ ત્સુનમી ની શરૂઆત હતી. આગળ ની વાત આવતા હપ્તે ત્યાં સુઘી ગુડબાય. આજ ના આ બ્લોગ , આ વાર્તા ને લઇ ને તમારા કોઈ કમેન્ટ કે સજેશન હોય તો મને જણાવી શકો છો. નીચે મારા સોશ્યિલ મીડિયા ની લિંક્સ છે જેમાં પણ તમે ડાયરેક્ટ મને મળી શકો છો. આપ નો પ્રતિભાવ હંમેશા મને આવકાર્ય રહેશે. આવતા રવિવારે જયારે પ્રેમ ની મોસમ બરાબર ખીલી હશે ત્યારે લવ ડોઝ અનલિમિટેડ માં એક લવ સ્ટોરી સાથે મળીશું ત્યાં સુધી હેપી વિક અગેઇન અને વાંચવા બદલ સૌ મિત્રો નો આભાર . મારા સોશ્યિલ મીડિયા પાર્ટનર નો પણ દિલ થી આભાર કેમકે એ ટીમ
વગર હું કદાચ ફરી લખવાનું સાહસ ના કરી શકતો હોત.
Comments
Post a Comment