લવ ડોઝ અનલિમિટેડ - ભાગ- ૨ - ૦૯ ફેબ્રુઆરી ૨૦૨૦
હેલો
મિત્રો કેમ છો બધા? આજે
ફેબ્રુઆરી મહિના નો બીજો રવિવાર
પણ એના કરતા પણ મહત્વની વાત
એ કે બીજા રવિવારે
આપણે લવસ્ટોરી ની વાત કરીયે
છીએ અને અત્યારે તો લવ વિક
ચાલે છે.પ્રેમ ની
મોસમ આવી છે અને આ
પ્રેમ ની મોસમ માં
જ આપણે જયારે લવસ્ટોરી ની વાત કરવી
હોય તો આજે એક
બહુ જ સિમ્પલ સ્ટોરી
ની વાત કરીશું કે જેમાં લવ
છે પણ એમાં ઈમોશન
અને ભગવાન પર ની શ્રદ્ધા
પણ એટલી જ છે.વધારે
સમય ના લેતા ચાલો
આજ ની લવસ્ટોરી શરુ
કરીયે.
કિરણ
અને ઇશિકા ૮ માં ધોરણ
માં ભણતા હતા. બંને નો સ્કૂલ નો
આવવા-જવા નો રસ્તો એક
જ હતો એટલે બંને એક બીજા થી
પરિચિત પણ હતા અને
બંને ના મન માં
એક બીજાં માટે લાગણી પણ હતી બસ
આ જ લાગણી ધીમે
ધીમે પ્રેમ માં ફરી. આજ
ફેબ્રુઆરી એટલે કે પ્રેમ ના
મોસમ માં ઇશિકા એ કિરણ ને
પ્રપોઝ કર્યું અને બંને ની પ્રેમ કહાની
શરુ થઇ ગઈ. આમ
તો બંને માં વધારે મેચ્યોરિટી નહોતી પણ બંને સંબંધ
ના પાક્કા હતા. ઉમર થી નાદાન ભલે
હતા પરંતુ સમજણ માં એટલા જ પ્રૌઢ. હવે
બંને સ્કૂલ પત્યા પછી એકબીજા સાથે અધો કલાક જેવો સમય વિતાવતા અને રવિવારે પણ કોઈ ને
કોઈ બહાને મળતા. સમય જવા માં ક્યાં વાર લાગે છે. સમય આમ જ જતો
રહ્યો અને બંને જણા કોલેજ માં આવી ગયા. હવે બંને પાસે એક લાયસન્સ મળી
ગયેલ. કોલેજ માં બંને એક બીજા સાથે
જ રહેતા, ભણવાનું હોય કે કોલેજ ની
બીજી એકટીવિટીસ બંને જણા સાથે જ હોય. બંને એકદમ રાધા કૃષ્ણ ની જોડી જ
અને એમનો પ્રેમ પણ એટલો જ
પવિત્ર હતો. જે પ્રેમ છેલ્લા
૧૦ વર્ષ થી શરુ થયેલ
એ જ પ્રેમ આ
૧૦ વર્ષ માં એટલો જ વધી ગયેલ
પણ તેમ છતાં બંને જણે સબંધ માં આટલી જ મર્યાદા રાખેલ
અને મન થી પણ
મક્કમ. જોત જોતામાં કોલેજ પતિ ગઈ અને બને
જણા જોબ પર લાગી ગયા.
જોબ પછી પણ તેઓ એકબીજા
ને મલતા અને આમ જ એમની
લાઈફ ચાલતી. અચાનક બંને જણા વચ્ચે અઠવાડિયા થી મળવા નું
બંધ થયું અને આ અઠવાડિયા માં
બંને ના ઘર થી
લગ્ન નું પણ કહી દીધું
પણ બંને જણા પોતાના ઘરે ના કહી શક્ય
કે તેઓ કોઈક ને પ્રેમ કરે
છે અને અઠવાડિયા પછી બંને મળ્યા ત્યારે બંને ના ચહેરા પર
મળ્યા નો આનંદ કરતા
વધારે લગ્ન ની વાત કરવાનો
ગમ હતો બંને જણા મન માં એજ
વિચારતા હતા કે કઈ રીતે
આ વાત કરે આખરે ઇશિકા એ હિમ્મત કરી
ને કહ્યું કે એને કઈ
વાત કરવી છે અને કિરણ
એ પણ એજ કહ્યું
. ઇશિકા એ કહ્યું કે
પેલા તું કે એટલે કિરણ
એ કહ્યું કે મારા ઘરે
લગ્ન ની વાત કરે
છે અને કાલે છોકરી જોવા જવા નું છે. ઇશિકા એ પણ કહ્યું
કે મને પણ કાલે છોકરો
જોવા આવવાનો છે. બંને જણે પરસ્પર નિર્ણય લીધો કે ભાગી જઇયે
પણ પછી માં- બાપ ની ઈજ્જત નું
વિચારી ને બેસી ગયા
અને ચહેરા પર ખોટું સ્મિત
અને દિલ માં રડવા ની સાથે છુટા
પડ્યા અને કહ્યું કે ભગવાન ની
ઈચ્છા હશે તો ફરી મળીશું
બાકી આવતા જન્મે સાથે જીવી એવી દુવા સાથે છુટ્ટા પડ્યા. આખરે બીજો દિવસ આવી ગયો અને બંને જણા પોતાના ભાવિ ને પસંદ કરવા
તૈયાર થઇ ગયા. કિરણ એની
ભાવિ ને જોવા માટે
એના પપ્પા સાથે નીકળ્યો અને આ બાજુ ઇશિકા
પણ એને જોવા આવનાર માટે તૈયાર થઇ ગઈ. બંને
ના દિલ માં હજી પણ એ જ
લાગણી હતી અને ભગવાન પાસે હજી એ જ દુવા
માંગતા હતા કે એક વાર
કોઈ ચમત્કાર થઇ
જાય. જોત જોતામાં કિરણ ભાવિ ને જોવા એના
ઘેર પહોંચી ગયો ત્યાં એને સામે વાળા ના મમ્મી પપ્પા
એ બહુ સરસ આવકાર્યો પણ કિરણ ના
મન માં હજી એ જ વાતો
ચાલતી હતી અને ત્યાં જ કિરણ માટે
થનાર વહુ ચા લઇ ને
આવી કિરણ ને મન ને
મક્કમ કરી ને ઉપર જોયું
અને આ બાજુ પેલી
છોકરી એ પણ હિમ્મત
કરી ને એની સામે
જોયું પણ
વૉટ્સ ધીસ અચાનક સમય અટકી ગયો જે સપને પણ
નહોતું વિચાર્યું એ થયું અને
કિરણ એક જ ઝટકે
ઉભો થઇ ગયો કેમકે
આ છોકરી એ બીજું કોઈ
નહિ પણ ઇશિકા જ
હતી .કહેવાય છે ને કે
જોડી ઉપર વાળો જ બનાવે છે
અને મેળવે પણ એ જ
છે આપણે તો ફક્ત નિમિત્ત
હોય છે અને એમ
પણ સાચો પ્રેમ કદાચ ના મળે તોય
કરેલા કર્યો ની જેમ નિષ્ફળ
ક્યારેય નહિ જતો . તો મિત્રો આ
હતી બીજા વિક ની વાર્તા. આવતા
અઠવાડીએ ફરી મળીશું અને આજ ના આ
બ્લોગ , આ વાર્તા ને
લઇ ને તમારા કોઈ
કમેન્ટ કે સજેશન હોય
તો મને જણાવી શકો છો. નીચે મારા સોશ્યિલ મીડિયા ની લિંક્સ છે
જેમાં પણ તમે ડાયરેક્ટ
મને મળી શકો છો. આપ નો પ્રતિભાવ
હંમેશા મને આવકાર્ય રહેશે. ત્યાં સુધી હેપી વિક અગેઇન અને વાંચવા બદલ સૌ મિત્રો નો
આભાર . મારા સોશ્યિલ મીડિયા પાર્ટનર નો પણ દિલ
થી આભાર કેમકે એ ટીમ વગર હું કદાચ ફરી લખવાનું સાહસ ના કરી શકતો
હોત.
ફેસબુક
: https://www.facebook.com/ManthanThakkarOfficial
ટ્વિટર : https://twitter.com/ManthanVThakkar
ટ્વિટર : https://twitter.com/ManthanVThakkar
Comments
Post a Comment