મેરી કહાની મેરી ડિજિટલી ઝુબાની - ભાગ-૨ - ૦૨ ફેબ્રુઆરી ૨૦૨૦




હેલો મિત્રો કેમ છો બધા? આજે ફેબ્રુઆરી મહિના નો પ્રથમ રવિવાર પણ એના કરતા પણ મહત્વની વાત આજ ની તારીખ ૦૨-૦૨-૨૦૨૦ કેટલી સરસ તારીખ છે નહિ એને આગળ થી ગણો કે પાછળ થી સેમ . કોઈ પણ બાજુ થી લખો કે વાંચો એક તારીખ આવે. પહેલા તો બધા ને ફેબ્રુઆરી ની શુભેચ્છાઓ. પ્રેમ નો મહિનો છે અને પ્રેમ ની મોસમ છે પણ આજે આપણે પહેલા રવિવારે વાત કરીશું મારી કહાની મારી ડિજિટલી ઝુબાની. ગયા મહિને આપણે વાત કરેલી મારી લાઈફ ના ટર્નિંગ પોઇન્ટ થી લઇ ને આગળ ની વાત જેમાં મન પણ કાબૂ મેળવી ને ઘણા જંગ છેડયા હતા અને ઉતરાયણ નો તહેવાર પણ ઉજવેલ અને છેલ્લી એકઝામ પતાવી ને ફરી સાંજે ટ્યુશન જવાની તૈયારી માં હું નીકળ્યો હતો બસ ત્યાં થી આગળ વાત કરીયે. હું રોજ ની જેમ રેગ્યુલર ક્લાસીસ માટે નીકળેલો અને રસ્તા માં બીજા બે ફ્રેન્ડ વિનાયક અને હેમાંગ મળ્યા અમે ત્રણેય જણા સાથે ટ્યુશન પહોંચ્યા હજી આગળ ની બેચ ચાલુ હતી એટલે અમે બહાર ઉભા હતા ત્યાં બીજા બે - ત્રણ જણા આવ્યા અને મને પૂછ્યું કે શું ભાઈ કેવું ચાલે ? કેવી રહી એક્ઝામ ? હજી હું જવાબ આપું કે પહેલા મને સામે થી જવાબ આપી દીધો કે તારી એક્ઝામ તો સુપર્બ હશે ને અને પછી બીજી વાતો ચાલુ કરી દીધી પણ મન માં હું મારા દિલ ને એક સવાલ પૂછતો હતો કે શું ખરેખર એક્ઝામ સુપર્બ ગઈ કે નહિ? પણ ત્યાં અમે લોકો ક્લાસ માં અંદર એન્ટર થયા અને મારી નજર માં ફરી બીજા વિચારો નું વૃંદાવન શરુ થઇ ગયું. એક્ઝામ પતિ હતી એટલે અર્પણ સર ને પણ થયું કે છોકરાઓ ને રિલેક્સ કરીયે અને એમણે ટેલેન્ટ નું આયોજન કરી દીધું હતું. ૧૩મી ફેબ્રુઆરી ના ટેલેન્ટ હતો અને માટે બધા ને પાર્ટિસિપેટ કરવા પણ કહ્યું. અમને પણ કહ્યું કે ભણવાની જોડે એમાં પણ પાર્ટ લો અને તમે લોકો એમાં પણ નામ બનાવો. મને એક પલ માટે થયું કે ચાલ કરી લઈએ પણ બીજી મિનિટે વિચાર્યું કે બોસ ગરબા માં તો પ્રોપર આવડતું નહિ ને અહીં ૫૦૦ માણસ ની વચ્ચે તું ડાન્સ કે નાટક કરીશ ઈમ્પોસ્સીબ્લ. કાશ ઈમ્પોસ્સીબલ નો અર્થ વખતે સમજ્યો હોત. ઇમ્પોસિબલ ઈટ સેલ્ફ સે ધેટ આઈ એમ પોસ્સીબલ.પણ વખતે મને ચાર આંખો નડી કે લોકો શું કેહ્શે , લોકો હસશે. અને આમ વિચાર મંડી વાળ્યો પણ બહાર આવ્યા પછી દિવ્યાંગે કીધું કે ભાઈ આપણે ડાન્સ કરીયે પણ મેં કીધું મને નહિ આવડે અને મેં ના પાડી દીધી. પણ ત્યાં સૌરભ પણ ઉભેલો એને કદાચ મન માં વિચાર્યું હશે કે કરીયે બોસ અને રેડી પણ હતો હું ઘેર પાછો આવી ગયો પણ મન માં ઘણા બધા વિચારો હતા કે શું કરું ડાન્સ શીખી જવું? કોઈક ને ઇમ્પ્રેસ્સ કરી દવુ. મારો વટ પડી જશે બધા મારા ફેન બની જશે પણ વિચારવાથી બધું થઇ જાત તો લોકો ફક્ત વિચારતા હોત. મેં પણ ખુબ વિચાર્યું અને સપના પણ જોવા લાગ્યો પણ પછી વિચાર આયો કે બોસ લેટ્સ ટ્રાઇ ઓન નેક્સટ યર કે ત્યાં સુધી ભણવા માં પણ નંબર લઇ એવું અને ત્યાં સુધી બીજા બધા માં પણ પારંગત થઇ જવું ડાન્સ, ક્રિકેટ એમ બધે . બસ વાત અહીં અટકી પડી આજે પણ હસવું આવે છે વાત પર અને અફસોસ પણ થાય છે. કે આજે એક કલાકાર તરીકે , દિગ્દર્શક કે રાઇટર તરીકે જયારે નાટકો કે ફિલ્મો આપતો હોવ અને ત્યારે જયારે સામે થી મારા પોતાના લોકો ની સામે ચાન્સ મળતો હતો જયારે પોતાની જાત ને પ્રૂવ કરવાની હતી ત્યારે બોસ મારી ફાટી પડેલ .પણ શું ફાયદો સમય જાય પછી ફક્ત અફસોસ રહે બસ મારે પણ આવું થયું હું મારી જાત ને નેક્સટ યર માટે તૈયાર કરતો થઇ ગયો અને પોતાને સેલ્ફ મોટીવેટ કરતો રહી ગયો પણ લાઈફ માં ક્યાંક કોઈક કનેક્શન એવું જોઈન થઇ જાય ને કે ત્યારે બધા મોટિવેશન ની પથારી ફરી જાય અને હા બધા નું જીવતું જાગતું ઉદાહરણ એટલે હું અને મારી લાઈફ. ખબર નહિ દિલ ને જેટલું રોકતો હતો એટલું એમાં ખોવાતો હતો મારા શબ્દો , મારી લાગણીઓ બધા ને કોઈ નવી દિશા ફૂટી નીકળી હતી અને બધા ની વચ્ચે ઉભેલો હું એકદમ મધદરિયે તોફાની પવન માં વહાણ ખેડતો હું. બીજા દિવસ થી રોકસ્ટાર બનવાની ધૂન માં હું દિલ ને મનાવી ને વાંચવા લાગ્યો પણ વાંચવા કરતા મન બીજે લાગતું હતું. હું રમત-ગમે અને ફિલ્મો તરફ પણ પેહલા કરતા વધારે ફોર્સ થી ખેંચવા લાગ્યો કેમકે મને એક ઘેલું લાગ્યું હતું . એવું ઘેલું કે બોસ આપણે એકલા છીએ અને દુનિયા આખી આપણી ફેન છે જે વાસ્તવિકતા કરતા આખું અલગ હતું. ૨૬મી જાન્યુઆરી આઈ ગયેલ અને મમ્મી-પપ્પા એક દિવસ માટે સવાર થી સાંજ રાજકોટ ગયેલા અને અમે રત્નદીપ ના ઘેર રોકાયા હતા પણ મારા દિમાગ માં હજી રોકસ્ટાર નો કીડો ઘૂસેલો જે કદાચ નીકળે એમ નહોતો. આપણે દિવસે પણ ક્રિકેટ રમતા હતા કે આપણે ધોની છીએ પણ ધોની નો ડી બનવા પણ કમસે કમ ક્રિકેટ નો કે આવડવો જોઈએ પણ આપણે તો પોતાની જાત ને ટોપર માની ચૂકેલ પણ કહેવાય છે કે  દરેક એક્શન નું એટલું ને એટલું રીએકશન હોય છે બસ મારી સાથે થયું અહીં હું પોતાની જાત ને કિંગ માનતો પહેલા એક્ઝામ નું રિઝલ્ટ આઈ ગયું અને સુપર્બ ફ્લોપ શૉ ફ્રોમ માય સાઈડ  અને આપનો ભાઈ સંકેત વિકટ પરિસ્થિતિ માં હોવા છતાં ટોપ કર્યું પણ આપણે તો મમ્મી-પપ્પા ના સપના ને પણ તોડી પડ્યા. પપ્પા ને કદાચ વખતે ગુસ્સો આયો હશે પણ વધારે કઈ ના બોલ્યા અને મન માં રાખી દીધું અને મને એક લાઈન માં કહી દીધું કે તારી ઉમરે મારુ ધ્યાન બધા માં નહોતું જે ઉંમરે ભણવાનું છે એમાં ભણી લે  70% ટકા કઈ નહિ વળે અને 70% મારા માટે ૩૦% કરતા ઓછા લાગ્યા. વિજ્ઞાન માં ૫૦ માંથી ૪૭ હતા પણ મારા માટે પણ કોઈ માન્ય ના રહ્યા કદાચ વખતે પરિસ્થિતિ હતી . એક પળ માટે લાગ્યું કે પપ્પા ને મારી બધી વાત ખબર પડી ગઈ છે. મારા દિલ માં જે વાત છુપાવી હતી , જે વાત ને હું કોઈ ને તો શું એને પણ નહોતી કીધી વાત ની પપ્પા ને ખબર પડી ગઈ , કદાચ હા મારા વર્તન થી પપ્પા નહિ પણ મમ્મી અને સંકેત પણ વાત જાણી ચૂકેલ પણ ક્યારેય મને કઈ કહ્યું નહિ પણ આજે મને રિઝલ્ટ ના લીધે બધું શૂન્યવકાશ લાગી રહ્યું હતું અને હવે મારા મન માં એક નવો પ્રકાશ પડ્યો હતો કે ભણીશ તો બધું મળશે પણ દિલ તો હજી નાદાન હતું દિલ ને દિમાગ ની લડાઈ માં કોઈ પણ જીતે હાર તો મારી થાવાની હતી અને બસ હાર- જીત ના ચક્રવ્યૂહ માં હું ઘસાતો ગયો. પણ હવે અંદર થી ભણવાની લગન પણ લાગી ગયેલ અને પોતાના માટે કઈક કરવાનું હતું કે લોકો ની નજર માં સન્માન મળે. આજ વિચારો ની સાથે હું આગળ વધતો ત્યાં ફેબ્રુઆરી આવી ગયેલ અને ટેલેન્ટ પણ આવી રહ્યો હતો. આજ ચક્કર માં હું ફરી ઢળી રહેલ પણ ભણવાનું ચાલુ હતું પણ હવે મને ટેલેન્ટ ના દિવસ ની રાહ જોતો હતો કેમકે કઇક ખાસ થવાનું હતું પણ વાત આવતા હપ્તે ત્યાં સુધી બધા ને હેપ્પી ફેબ્રુઆરી અને હા હમણાં ડેઝ ચાલુ થશે તો ફૂવારાઓ રાહ ના જોતા જ્યાં મેંળ પડે ત્યાં ગોઠવાઈ જજો અને હા પ્રોપર ટાઈમ પર પ્રપોઝ પણ કરી દેજો એટલે આવતા ફેબ્રુઆરી સુધી માં બધૂ ફિક્સ થઇ જાય.અને આજ ના બ્લોગ , વાર્તા ને લઇ ને તમારા કોઈ કમેન્ટ કે સજેશન હોય તો મને જણાવી શકો છો. નીચે મારા સોશ્યિલ મીડિયા ની લિંક્સ છે જેમાં પણ તમે ડાયરેક્ટ મને મળી શકો છો. આપ નો પ્રતિભાવ હંમેશા મને આવકાર્ય રહેશે. આવતા રવિવારે જયારે પ્રેમ ની મોસમ બરાબર ખીલી હશે ત્યારે લવ ડોઝ અનલિમિટેડ માં એક લવ સ્ટોરી સાથે મળીશું ત્યાં સુધી હેપી વિક અગેઇન અને વાંચવા બદલ સૌ મિત્રો નો આભાર . મારા સોશ્યિલ મીડિયા પાર્ટનર નો પણ દિલ થી આભાર કેમકે ટીમ  વગર હું કદાચ ફરી લખવાનું સાહસ ના કરી શકતો હોત.

Comments