તારી મુસ્કુરાહટ છે મારી જિંદગી


તારી મુસ્કુરાહટ આ શુક્રવારે રિલીઝ થયેલી ગુજરાતી ફિલ્મ. આમ તો આ નામ થી જ ખબર પડી જાય કે આ એક લવ સ્ટોરી હશે પણ લવ સ્ટોરી ની સાથે ફિલ્મ માં બીજું પણ ઘણું બધું છે.ગઈ કાલે મારા મિત્ર મનન ભાઈ ના ઇન્વિટેશન થી આ ફિલ્મ ના પ્રીમિયર માં આ ફિલ્મ જોઈ. ઘણા લાંબા સમય પછી ગુજરાતી માં પોણા ત્રણ કલાક ની લાંબી ફિલ્મ આવી પરંતુ આ ફિલ્મ છેલ્લે સુધી જકડી રાખે છે.

ફિલ્મ માં લવ સ્ટોરી ની સાથે કોમેડી અને પારિવારિક દ્રશ્યો પણ છે. સ્ટાર્ટિંગ માં સાયકલ રેસ આવે છે જે ગુજરાતી ફિલ્મો માં આજ સુધી નહિ જોવા મળ્યું હોય બોલિવૂડ ફિલ્મ જો જીતા વહી સિકંદર અને થોડા વર્ષો પેહલા યારિયાં માં સાયકલ રેસ જોવા મળેલ.ગુજરાત માં દારૂ બન્ધી છે પણ કોક કે પેપ્સી માં મેળવી ને લોકો લઇ જ લે આવો જ એક સીન એમાં પણ છે.પોતાના વ્યક્તિ ની એક મુસ્કુરાહટ માટે આપણે બધું જ કરી લઈએ પણ એના ચેહરા પર ખુશી રહેવી જોઈએ.

હિરેન જાદવાણી એક મલ્ટી ટેલેન્ટેડ તરીકે સાબિત થાય છે. લેખક , દિગ્દર્શક,સ્ટોરી,સ્ક્રીનપ્લેય અને એટ ઘી લાસ્ટ માં એક સોન્ગ માં ડાન્સ પણ કરેલ છે.જયેશ અને આશા ભાલાની પ્રોડ્યૂસર તરીકે મહેનત દેખાય છે.હિતેશ બેલદાર ની સિનેમેટ્રોગ્રાફી માં કઈ કહેવાનું હોય જ નહિ.હમીર રામ એકઝીકયુટીવ પ્રોડ્યૂસર . સોન્ગ્સ સારા લખાયા છે અને મ્યુઝિક થી આ સોન્ગ્સ વધુ જ સારા બની ગયા.

સૂરજ અગાઉ હું તારા ઇશ્ક માં અભિનય કરેલ અને આ વખતે ફરી એક લવસ્ટોરી માં છે.આ વખતે પણ દમદાર અભિનય.તોરલ અગાઉ જુઠાણું માં દેખાયેલ અને આ વખતે અલગ જ વિષય સાથે ખુબ બોલ્ડ એન્ડ એનર્જેટિક રોલ માં .સ્ટાર્ટિંગ માં બાઈક પર ની એન્ટ્રી થી લઇ ને ક્લાયમેક્સ સુધી સુપર્બ. સહ કલાકાર માં સાગર વિરડીયા , એકતા સવાણી ,રાજીવ પંચાલ , નીરવ સુરતી અને બીજા ઘણા લોકો એ પોતાનો અભિનય સુંદર રીતે કરેલ છે.સુરજ ને ફિલ્મ માં એની પરી જોઈએ છે એન્ડ તોરલ ને એનો જાદુગર પણ શું બંને ને પોતાનો પ્રેમ મળશે કે નહિ માટે તમારે ફિલ્મ જોવી પડશે.

લાસ્ટ માં એટલું જ કે અત્યારે સારી ગુજરાતી ફિલ્મો આવી રહી છે ત્યારે એક અલગ સબ્જેક્ટ સાથે આ ફિલ્મ અને ઘણા નવા કલાકારો ને લઇ ને આ ફિલ્મ છે તો ફિલ્મ જોવાનું ચૂકશો નહિ અને છેલ્લે સુધી નિરાશ નહિ થાવ એ સાથે સંપૂર્ણ પારિવારિક મનોરંજન મળશે.

Comments