Posts

Showing posts from November, 2019

તારી મુસ્કુરાહટ છે મારી જિંદગી

Image
તારી મુસ્કુરાહટ આ શુક્રવારે રિલીઝ થયેલી ગુજરાતી ફિલ્મ. આમ તો આ નામ થી જ ખબર પડી જાય કે આ એક લવ સ્ટોરી હશે પણ લવ સ્ટોરી ની સાથે ફિલ્મ માં બીજું પણ ઘણું બધું છે.ગઈ કાલે મારા મિત્ર મનન ભાઈ ના ઇન્વિટેશન થી આ ફિલ્મ ના પ્રીમિયર માં આ ફિલ્મ જોઈ. ઘણા લાંબા સમય પછી ગુજરાતી માં પોણા ત્રણ કલાક ની લાંબી ફિલ્મ આવી પરંતુ આ ફિલ્મ છેલ્લે સુધી જકડી રાખે છે. ફિલ્મ માં લવ સ્ટોરી ની સાથે કોમેડી અને પારિવારિક દ્રશ્યો પણ છે. સ્ટાર્ટિંગ માં સાયકલ રેસ આવે છે જે ગુજરાતી ફિલ્મો માં આજ સુધી નહિ જોવા મ ળ્યું હોય બોલિવૂડ ફિલ્મ જો જીતા વહી સિકંદર અને થોડા વર્ષો પેહલા યારિયાં માં સાયકલ રેસ જોવા મળેલ.ગુજરાત માં દારૂ બન્ધી છે પણ કોક કે પેપ્સી માં મેળવી ને લોકો લઇ જ લે આવો જ એક સીન એમાં પણ છે.પોતાના વ્યક્તિ ની એક મુસ્કુરાહટ માટે આપણે બધું જ કરી લઈએ પણ એના ચેહરા પર ખુશી રહેવી જોઈએ. હિરેન જાદવાણી એક મલ્ટી ટેલેન્ટેડ તરીકે સાબિત થાય છે. લેખક , દિગ્દર્શક,સ્ટોરી,સ્ક્રીનપ્લેય અને એટ ઘી લાસ્ટ માં એક સોન્ગ માં ડાન્સ પણ કરેલ છે.જયેશ અને આશા ભાલાની પ્રોડ્યૂસર તરીકે મહેનત દેખાય છે.હિતેશ બેલદાર ની સિનેમેટ્રોગ્...