બજાબા કૂણી ડાળ ની કચેરી પાંદડી જેવા હોય છે એમને ખીલવા દેજો
(ડિસક્લેમર: હું અને સંકેત આ ફિલ્મ માં મીડિયા પાર્ટનર તરીકે જોડાયેલા હતા પરંતુ આ રીવ્યુ સાથે એનો કોઈ જ સબંધ નથી. એક ઓડિયન્સ તરીકે જે ફીલ કર્યું એ જ લખ્યું છે.)
બજાબા ઘી ડોટર એક ગુજરાતી ફિલ્મ કે જે ફિલ્મ ને રિલીઝ પહેલા જ ઘણા બધા ઈન્ટરનેશલ અવૉર્ડ મળી ચુક્યા છે જેમાં યુ.એસ.એ. , લંડન અને બીજા ઘણા દેશો માં પણ સ્ક્રીનીંગ થઇ ચૂકેલ છે એ જ આપણી માતૃભાષાની ફિલ્મ ફાઈનલી આ શુક્રવારે રિલીઝ થઇ ચુકી છે. બજાબા તો પેહલા તો આ શબ્દ જ અલગ લાગે ઘણા લોકો ને આનો અર્થ નહિ ખબર હોય પરંતુ આજે ૨૧ મી સદી ચાલે છે આપણે બધા પશ્ચિમી સંસ્કૃતિ ની પાછળ ભાગી રહ્યા છીએ એનું અનુકરણ કરી રહ્યા છીએ પરંતુ આજે પણ ભારત કે ગુજરાત માં જ નહિ સમગ્ર વિશ્વ માં વર્ષો થી ચાલતા આવતા કુરિવાજો ચાલી રહ્યા છે. આફ્રિકા અને નાઈજીરિયા જેવા દેશમાં પણ આવા અનેક પ્રોબ્લેમ છે જેમકે એક ગંભીર મુદ્દો બાળલગ્ન. એક સરેરાશ મુજબ દર ૧૦ માંથી ૫ છોકરીઓ ના લગ્ન નાની ઉંમરે જ થઇ જાય છે. જેને પતિ પત્ની એટલે શું ? જેને એ સબંધ શું એનો પણ ખ્યાલ નથી હોતો એ કોઈ ની પત્ની બની જાય છે. આવો પ્રોબ્લેમ રાજસ્થાન અને બીજા ઘણા વિસ્તાર માં વધારે જોવા મળેલ છે.એટલે જેટલો સમય દીકરી ઘરે હોય ત્યાં સુધી તેમને તમામ માન-પાન આપે અને પ્રેમ થી એમને બજાબા કહી ને બોલાવે પણ શું આ ફિલ્મ માં પણ આજ વાત છે? તો જવાબ છે ના આ ફિલ્મ આવા અનેક બાબતો ને હાઈલાઈટ કરી ને સમાજ સામે લાવે છે જેમકે શિક્ષણ,કુરિવાજો ,અને સમાજ માં ચાલતા અનેક ખોટા ધંધા પર પ્રકાશ આપી ને સમાજ ને એક ઉત્તમ મેસેજ આપે છે.
રમેશ કરોલકર લિખિત, દિગ્દર્શિત અને નિર્મિત ફિલ્મ બજાબા કે જેને રિલીઝ પહેલા જ એવૉર્ડ ની લાઈન લગાઈ દીધી હતી અને રિલીઝ થતા જ હાઉસફુલ તથા લોકો ને વિચારતા કરી દીધા હતા. રમેશ કરોલકર એક સફળ દિગ્દર્શક તરીકે વર્ષો થી રંગમંચ અને ફિલ્મ ઇન્ડસ્ટ્રી માં પોતાનું યોગદાન આપે છે.એક દિગ્ગજ દિગ્દર્શક તરીકે ઘણી સફળ કૃતિઓ આપી છે અને એમાં બજાબા એક મહત્વની ફિલ્મ જ નહિ પણ સમાજ નું પ્રતિબિંબ છે. હું અને મારી ટીમ ખરેખર લકી છીએ કે આવા ઉત્તમ ગજ ના દિગ્દર્શક સાથે કામ કરવાનો મોકો મળ્યો ફિલ્મ ના પોસ્ટ પ્રોડક્શન વખતે અમે લોકો મળ્યા હતા અને ત્યારે આ ફિલ્મ નું યુ.એસ.એ. માં સિલેક્શન થયેલ અને અમે લોકો જોડાયા પછી લગભગ દર ૨ વિક પર રમેશ સર નો ફોન કે મેસૅજ આવે કે આપણી ફિલ્મ આ ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટ માં સિલેક્ટ થઇ છે અને જયારે રિલીઝ ની તૈયારી થઇ ગઈ ત્યારે એકાદ વીક અગાઉ જ ઘર આંગણે બરોડા માં અમારી ફિલ્મ અને કલાકારો નું સન્માન થયું અને અવૉર્ડ આપ્યા. એક દિગ્દર્શક તરીકે નાની વાત માં પણ સંપૂર્ણ ધ્યાન રાખેલ છે.ગામડાની દરેક સંસ્કૃતિ થી લઇ ને એમાં ચાલતા કુરિવાજો નું સંપૂર્ણ વર્ણન એક ફિલ્મ જોતા હોય એની જગ્યે નરી આંખે જોતા હોય એમ જ લાગે. દરેક સીન માં એમની મહેનત દેખાય છે. ક્યાં ઓડિયન્સ ને રાડાવા કે હસાવા એ જાણે છે અને એટલે જ આટલી સક્સેસફુલ ફિલ્મ બની અને જેને રિલીઝ પહેલા જ વિશ્વની મહાસત્તા અમેરિકા ની ધરતી પર લોકો એ વધાવી . થેંક્યુ રમેશ સર ફોર મેકિંગ સચ ગ્રેટ ફિલ્મ એન્ડ મેકિંગ મી અને માય ટીમ ટૂ પાર્ટ ઓફ ધીસ ફિલ્મ.
ધારા ભટ્ટ આદિત્ય ના રોલ માં અને એક શિક્ષિકા તરીકે સ્ટાર્ટિંગ થી એન્ડ સુધી જકડી રાખે છે. અન્યાય સામે લડવું અને બાળકો ને શિક્ષણ આપવા માટે ઝઝુમે છે વ્હોટ એ પરફોર્મન્સ . નીલ સોની નાનો રોલ પણ ખુબ બખૂબી થી નિભાવેલ છે. નીલમ પટેલ ઉર્ફ રાજલ બા આ ૧૨ વર્ષ ની લેડી સોર્રી મરદ સાત ભાયડા નું દમ એકલું એમાં છે. એમનું પરફોર્મન્સ કદાચ ફર્સ્ટ ટાઈમ જ આમને એક્ટ કરતા જોયા પણ છેક છેલ્લે સુધી બધા ને જકડી રાખ્યા છે અને ફિલ્મ જોઈ ને જ ખબર પડી જાય કે કેમ આમને અમેરિકા માં ઇન્ટરનેશનલ એવૉર્ડ મળ્યો હશે આમના પાત્ર ને પૂરતો ન્યાય આપેલ છે. ચેતન દૈયા ઓલ્વેઝ હિટ સ્ટેજ હોય કે સ્ક્રીન , કોમેડી પાત્ર હોય કે સિરિયસ દરેક માં છવાયેલ જ હોય.આમાં પણ સરપંચ પણ રોલ માં સુપર્બ. વિવેકા પટેલ આમની ૩ ફિલ્મ નું માર્કેટિંગ મેં કરેલ અને અને લગભગ ત્રણેય ફિલ્મ મેં જોઈ છે ફેકબુક ધમાલ , સાહિલ માં એમના પરફોર્મન્સ ગમે એવું હતું પરંતુ આમ સરપંચ ની વહુ ના રોલ માં અને એક ગામડા ની સ્ત્રી ના રોલ માં પરફેક્ટ જામે છે.તુષાર ત્રિપાઠી અને ભૂમિકા પટેલ ગોર અને ગોરાની ના રોલ માં પરફેક્ટ . ધૈર્ય રાવલ ઓલ્વેઝ કોમેડી માં હિટ જ છે. અર્થ જોશી ઈન્ટરવલ પછી એન્ટ્રી થાય ત્યાં થી ક્લાયમેક્સ સુધી છવાયેલ છે. બ્રિજેશ ગોસ્વામી પરફેક્ટ ભાઈ. આકાશ મહેરિયા,રૂપેશ મકવાણા,આશુ પટેલ,શૈલેષ પ્રજાપતિ અને બીજા ઘણા કલાકારો એ સુપર્બ રોલ કરેલ છે. કોઈ નું નામ રહી ગયું હોય તો પ્લીઝ માફી. નિસર્ગ ત્રિવેદી આમનો રોલ નાનો છે પરંતુ આમની તો આંખો જ એક્ટિંગ કરે છે.
બાળકલાકારો ઘણા બધા દેખાય પરંતુ ૩ દીકરીઓ નું પર્ફોમન્સ હેટ્સ ઑફ. વંશિકા ગોકાણી બજાબા ના રોલ માં સુપર્બ. નાની ઉંમરે એટલું મોટું પર્ફોમન્સ . ઓડિયન્સ ને રડાવી જાય તો પણ ખોટું ના કહેવાય. હેત્વી વાજા મધુ ના રોલ માં એક પણ ડાયલોગ ના બોલ્યા વગર પણ ઓડિયન્સ ને ખેંચી રાખે છે. એકદમ માસુમ ચેહરો અને એટલી જ માસુમ એક્ટિંગ.જીયા ભટ્ટ રૂપલી ના રોલ માં સ્ટાર્ટિંગ થી એન્ડિંગ સુધી રોકિંગ પરફોર્મન્સ . મોટા કલાકારો સામે પણ આમનું પરફોર્મન્સ રોકિંગ.
ગીત માં એક રામદેવ પીરનું ભજન જે રામદેવ મંડળ નું છે. બાકી ના માં અનિલ ચાવડા , હર્ષ બ્રહ્મભટ્ટ , મ્યુઝિક બલભદ્ર સિંહ રાઠોડ,અમી પ્રજાપતિ અને કાવ્ય લિમયે નું સોન્ગ સાથે સાથે મહત્વની વાત કે જેમને ક્યારેય સોન્ગ ના ગાયું હોય અને ડાયરેક સિલ્વર સ્ક્રીન માટે ગાયું. શૈલેષ પ્રજાપતિ આર્ટ માટે અને બ્રિજેશ ગોસ્વામી કોસ્ચ્યુમ , વિષ્ણુ ઠાકોર ની કોરિયોગ્રાફી સાથે સાથે પ્રજ્ઞા ત્રિવેદી ની મેકઅપ ટીમ સુપર્બ. સિનેમેટ્રોગ્રાફી રાવજી સોંદરવા , એડિટિંગ કનુ પ્રજાપતિ . કો-પ્રોડ્યૂસર ગુલાબસિંહ પઢીયાર ની મહેનત જણાય છે. સાથે સાથે ફિલ્મ માં ઘણા લોકો જોડાયેલા છે સર્વે મિત્રો નો આભાર.
એટ ઘી લાસ્ટ એક સરસ ગુજરાતી ફિલ્મ છે જેમાં બાળલગ્ન , શિક્ષણ જેવા ઘણા મુદ્દા અને સમાજ ની વાસ્તવિકતા પાર ફોકસ કરેલ છે. તો આ ફિલ્મ જરૂર થી જોજો. બહાર ના દેશ ના લોકો આપણી ફિલ્મ ની કદર કરે છે તો આપણે તો આપણી ફિલ્મ ની કદર કરવી જ જોઈએ. ફિલ્મ ખુબ ચાલે અને દરેક લોકો ને ફિલ્મ ગમે એવી શુભેચ્છાઓ.
Comments
Post a Comment