Posts

Showing posts from September, 2019

બજાબા કૂણી ડાળ ની કચેરી પાંદડી જેવા હોય છે એમને ખીલવા દેજો

Image
(ડિસક્લેમર: હું અને સંકેત આ ફિલ્મ માં મીડિયા પાર્ટનર તરીકે જોડાયેલા હતા પરંતુ આ રીવ્યુ સાથે એનો કોઈ જ સબંધ નથી. એક ઓડિયન્સ તરીકે જે ફીલ કર્યું એ જ લખ્યું છે.) બજાબા ઘી ડોટર એક ગુજરાતી ફિલ્મ કે જે ફિલ્મ ને રિલીઝ પહેલા જ ઘણા બધા ઈન્ટરનેશલ અવૉર્ડ મળી ચુક્યા છે જેમાં યુ.એસ.એ. , લંડન અને બીજા ઘણા દેશો માં પણ સ્ક્રીનીંગ થઇ ચૂકેલ છે એ જ આપણી માતૃભાષાની ફિલ્મ ફાઈનલી આ શુક્રવારે રિલીઝ થઇ ચુકી છે. બજાબા તો પેહલા તો આ શબ્દ જ અલગ લાગે ઘણા લોકો ને આનો અર્થ નહિ ખબર હોય પરંતુ આજે ૨૧ મી સદી ચાલે છે આપણે બધા પશ્ચિમી સંસ્કૃતિ ની પાછળ ભાગી રહ્યા છીએ એનું અનુકરણ કરી રહ્યા છીએ પરંતુ આજે પણ ભારત કે ગુજરાત માં જ નહિ સમગ્ર વિશ્વ માં વર્ષો થી ચાલતા આવતા કુરિવાજો ચાલી રહ્યા છે. આફ્રિકા અને નાઈજીરિયા જેવા દેશમાં પણ આવા અનેક પ્રોબ્લેમ છે જેમકે એક ગંભીર મુદ્દો બાળલગ્ન. એક સરેરાશ મુજબ દર ૧૦ માંથી ૫ છોકરીઓ ના લગ્ન નાની ઉંમરે જ થઇ જાય છે. જેને પતિ પત્ની એટલે શું ? જેને એ સબંધ શું એનો પણ ખ્યાલ નથી હોતો એ કોઈ ની પત્ની બની જાય છે. આવો પ્રોબ્લેમ રાજસ્થાન અને બીજા ઘણા વિસ્તાર માં વધારે જોવા મળેલ છે.એ...