આપણી ફિલ્મો ની નવી દિશા અને વિકાસ ને સલામ. ગુજરાતી ફિલ્મો અને ઇન્ડસ્ટ્રી ને બદનામ કરનારા ચેતી જજો


આજે ઘણા સમય પછી લખવાનું મન થયું . મન તો ના કહેવાય કેમકે મન તો ઘણું હોય પરંતુ લખવા પાછળ કોઈ કારણ કે કોઈ પ્રોપર સબ્જેક્ટ જ નહોતો મળતો . છેલ્લા ઘણા વર્ષો થી આપણી ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી ને જોઈએ તો એક નવા યુગ તરફ જય રહી છે સાથે સાથે બીજી ઇન્ડસ્ટ્રી ની તુલના એ વિકાસ કરી રહી છે એ આપણા સૌ માટે ઘણા ગર્વ ની વાત છે આપણા લોકો ,આપણી ફિલ્મો બીજા બધા કે જે ગુજરાતી નથી , ગુજરાત ની બહાર ના છે અને વિદેશ ની ધરતી પર પણ આપણા નાટકો અને ફિલ્મો ધૂમ મચાવી રહ્યા છે. આ શુક્રવારે રિલીઝ થયેલી ફિલ્મો ૪૭ ધનસુખ ભવન અને ધૂનકી ખુબ ખુબ સરસ ફિલ્મો છે. ખરેખર જોવા લાયક ફિલ્મો છે. દરેક લોકો એ મહેનત કરી છે સાથે સાથે સંદીપ પટેલ દિગ્દર્શિત અને મલ્હાર  તથા માનસી અભિનીત ડું નોટ ડિસ્ટર્બ પણ ખુબ સરસ છે. ખરેખર જોવાની ખુબ મજા આવી. આ બધા વિષે વિગવાર લખીશ પરંતુ અત્યારે મારે એ લોકો માટે લખવું છે કે જે ઇન્ડસ્ટ્રી માં નવા આવ્યા છે ૨-૪ લોકો નો સપોર્ટ એમને મળી ગયો છે અને થોડો મીડિયા નો સપોર્ટ હોવાથી પોતાની જાત ને વધારે જ માને  છે મને એ લોકો થી કોઈ પ્રોબ્લેમ નથી પરંતુ એ લોકો ના તો કોઈ ફિલ્મ બનાવી છે ના કોઈ સ્ટોરી લખેલ છે. અને બીજા લોકો ની ફિલ્મો અને નાટકો ને મફત માં જોવાની વૃત્તિ ધરાવે છે સાથે સાથે પોતાને બધું આવડતું હોય એમ લવારી કરે છે અરે દોસ્ત તમને એટલું જ આવડતું હોય ને તો વધારે નહિ પણ એક ફિલ્મ બનાવી જોવો બધી અક્કલ ઠેકાણે આવી જશે. બીજા ની ભૂલો કાઢવા કરતા કઈ રીતે સુધારી શકાય ને એ શીખો. માનું છું કે દરેક ફિલ્મ બેસ્ટ નથી હોતી પણ એની પાછળ મહેનત તો એટલી જ હોય છે. બીજા ની નહિ પણ મારી વાત કરું તો આટલો સમય ઇન્ડસ્ટ્રી માં કાઢ્યા પછી અને લગભગ દરેક ગુજરાતી ફિલ્મો જોવા થી  મને પણ અમુક વખતે અમુક વસ્તુ નહિ ગમતી પણ એનો અર્થ એ નથી કે તેમના માટે ખરાબ લખું કે બદનામ કરું. હા ના ગમે તો નહિ લખવાનું અને વધારે એવું હોય તો પર્સનલી જ જે તે ફિલ્મ મેકર ને કહો જે લગભગ દરેક પ્રીમિયર પછી હું એ ડિરેક્ટર કે પ્રોડ્યૂસર ને કહું જ છું, જેનાથી કદાચ ૨ મિનિટ ખોટું લાગશે પણ પબ્લિક માં કહેવાથી એની મહેનત જ નહિ પણ એની આશા પર પણ પાણી ફરી વળે છે. તમને દરેક થી પ્રોબ્લેમ હોય તો વાંક તમારો છે વધારે નહિ ફક્ત એક ફિલ્મ પોતાના બળે બનાવી ને જોવો પછી કેહજો. આજે વધારે લખવું છે પણ મને સમય અને શબ્દો એમ બંને  ની મર્યાદા નડે છે. એટલે છેલ્લી વખત કહું છું આટલા માં સમજી જજો નહિ તો  પરિણામ સારું નહિ આવે. આશા રાખું કે તમારી બુદ્ધિ ઠેકાણે આવે અને પોતાની ફિલ્મો અને માતૃભાષા ને માન આપશો

Comments