આપણી ફિલ્મો ની નવી દિશા અને વિકાસ ને સલામ. ગુજરાતી ફિલ્મો અને ઇન્ડસ્ટ્રી ને બદનામ કરનારા ચેતી જજો
આજે ઘણા સમય પછી લખવાનું મન થયું . મન તો ના કહેવાય કેમકે મન તો ઘણું હોય પરંતુ લખવા પાછળ કોઈ કારણ કે કોઈ પ્રોપર સબ્જેક્ટ જ નહોતો મળતો . છેલ્લા ઘણા વર્ષો થી આપણી ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી ને જોઈએ તો એક નવા યુગ તરફ જય રહી છે સાથે સાથે બીજી ઇન્ડસ્ટ્રી ની તુલના એ વિકાસ કરી રહી છે એ આપણા સૌ માટે ઘણા ગર્વ ની વાત છે આપણા લોકો ,આપણી ફિલ્મો બીજા બધા કે જે ગુજરાતી નથી , ગુજરાત ની બહાર ના છે અને વિદેશ ની ધરતી પર પણ આપણા નાટકો અને ફિલ્મો ધૂમ મચાવી રહ્યા છે. આ શુક્રવારે રિલીઝ થયેલી ફિલ્મો ૪૭ ધનસુખ ભવન અને ધૂનકી ખુબ ખુબ સરસ ફિલ્મો છે. ખરેખર જોવા લાયક ફિલ્મો છે. દરેક લોકો એ મહેનત કરી છે સાથે સાથે સંદીપ પટેલ દિગ્દર્શિત અને મલ્હાર તથા માનસી અભિનીત ડું નોટ ડિસ્ટર્બ પણ ખુબ સરસ છે. ખરેખર જોવાની ખુબ મજા આવી. આ બધા વિષે વિગવાર લખીશ પરંતુ અત્યારે મારે એ લોકો માટે લખવું છે કે જે ઇન્ડસ્ટ્રી માં નવા આવ્યા છે ૨-૪ લોકો નો સપોર્ટ એમને મળી ગયો છે અને થોડો મીડિયા નો સપોર્ટ હોવાથી પોતાની જાત ને વધારે જ માને છે મને એ લોકો થી કોઈ પ્રોબ્લેમ નથી પરંતુ એ લોકો ના તો કોઈ ફિલ્મ બનાવી છે ના કોઈ સ્ટોરી લખેલ છે. અને...