(ડિસક્લેમર: હું અને સંકેત આ ફિલ્મ માં
મીડિયા પાર્ટનર તરીકે જોડાયેલા હતા પરંતુ આ રીવ્યુ સાથે એનો કોઈ જ સબંધ નથી. એક
ઓડિયન્સ તરીકે જે ફીલ કર્યું એ જ લખ્યું છે.)
શોર્ટ સર્કિટ લાંબા સમય થી રાહ જોવાતી
અને ફર્સ્ટ એવર સાયન્ટિફિક ગુજરાતી ફિલ્મ . ફિલ્મ ને લઇ ને પહેલે થી જ ખુબ
ઉત્સુકતા હતી અને જેમ જેમ ફિલ્મ સાથે જોડાયો ત્યારથી ઉત્સુકતા વધી ગઈ. પ્રીમિયર
માં ફિલ્મ જોઈ ત્યારે જ વિચાર્યું કે ફિલ્મ વિષે લખવું છે પણ પાછું ફિલ્મ ની
સ્ટોરી લીક ના થાય કેમકે નહિ તો બીજા ને જોવા જવાની ઈચ્છા એ ઈચ્છા જ રહી જાય. ઘણું
બધું લખવું છે પણ ફિલ્મ ની સ્ટોરી ને સસ્પેન્સ જ રાખી ને ફિલ્મ વિષે લખવું છે.
ફૈસલ હાશ્મી દિગ્દર્શિત ફિલ્મ શોર્ટ
સર્કિટ એ ફર્સ્ટ એવર સાયન્ટિફિક ગુજરાતી ફિલ્મ છે. ઇન્ડિયન ફિલ્મ ઇન્ડસ્ટ્રી માં
સાયન્સ , એનિમેટેડ ફિલ્મ જેવા સબ્જેક્ટ પર ફિલ્મ
નથી બનતી હોતી અથવા તો બહુ જ લેસ હોય છે અને એમાં પણ ગુજરાતી ઇન્ડસ્ટ્રી માં જ્યાં
કોલેજ લાઈફ પર જ ફિલ્મો બનતી હોય કેમકે ઓડિયન્સ એજ ફિલ્મો પસંદ કરે છે ત્યાં આવી
ફિલ્મ ને બનાવી અને લોકો સુધી પહોંચાડવી ખુબ અઘરું કામ હતું જે ફૈસલ ભાઈ એ ખુબ
ચેલેન્જ સાથે કરી બતાવ્યું છે. સુપર્બ ડિરેક્શન , સાથે સાથે ચેનલ પ્રોડ્યૂસર ના રોલ માં પણ હિટ છો. ફૈસલ ભાઈ રાઇટર ,
એક્ટર ,ડિરેક્ટર ત્રણેય
રોલમાં હિટ છો . હેટ્સ ઓફ યુ બ્રો.
ધ્વનિત જે વર્ષો થી આર.જે. તરીકે
અમદાવાદ જ નહિ પણ ઇન્ડિયા માં લોકો ઓળખે છે.જેની ફર્સ્ટ ફિલ્મ લીડ એક્ટર તરીકે
વિટામિન શી પણ ફૈસલ ભાઈ સાથે જ હતી અને આ સેકન્ડ ફિલ્મ . સમય ના રોલ માં ૫ આઉટ ઓફ
૫ મિર્ચી પણ ઓછા લાગે કદાચ. પ્રીમિયર માં ધ્વનિત ભાઈ સાથે ની મુલાકાત કદાચ અમારી
૩જી કે ૪થી મુલાકાત હશે પણ જયારે એમને મળવાનું થાય ત્યારે એનો હસતો ચેહરો દિલ માં
શોર્ટ સર્કિટ કરી નાખે છે અને ટાઈમ બાઉન્સ થઇ જાય. ડાયલોગ ડિલિવરી , ફાઇટ સીન , કોમેડી પંચ સુપર્બ. સ્પેશ્યલી ફોર
ધ્વનિત ની એક્ટ ને ૫ આઉટ ઓફ ૫ મિર્ચી (જો મારે આપવાના હોય તો)
કિંજલ રાજપ્રિય છેલ્લો દિવસ થી જાણીતી
થયેલી અને પોપ્યુલર એકટ્રેસ . કિંજલ ને પ્રીમિયર માં ૨જી વખત મળ્યો પણ એમની લગભગ
દરેક ફિલ્મ જોઈ છે અને એમની એક્ટ ને પણ વખાણવા લાયક છે. ફિલ્મ માં સીમા ના રોલ ને
ખુબ જ ચેલેન્જ થી નિભાયો છે . ચેલેન્જ એટલે કેમકે ફિલ્મ માં શૂટ વખતે એમને સ્ટોરી
જ નહોતી ખબર આખી ફિલ્મ ની સ્ટાર કાસ્ટ માંથી ફક્ત ધ્વનિત ભાઈ ,ફૈસલ ભાઈ અને જેરેમી રેગન ત્રણ જ સ્ટોરી જાણતા હતા. વગર સ્ટોરી એ શૂટ
પહેલા જ સ્ક્રિપ્ટ મળે અને લીડ રોલ માં એક્ટ કરવું એ ખરેખર ચેલેન્જિન્ગ છે.
સ્ક્રીનીંગ પછી મેં એમને કીધેલ અને અત્યારે ફરી થી સુપર્બ કિંજલ દીદી.
સ્મિત પંડ્યા આપણા કિશોર કાકા . એમને
ઘણી વાર મળવાનું થાય એવોર્ડ છે કે પછી કોઈ ફિલ્મ ના પ્રીમિયર માં પણ દરેક વખતે
એમની કમેન્ટ મન પર હાવી થઇ જાય. સ્મિત ભાઈ ને કોઈ પણ રોલ આપો એટલે એ રોલ ને એ
કોમેડી કરી નાખે એટલી ગેરંટી જ હોય. જેટલી એ કોમેડી કરે છે એટલો જ રમુજી સ્વભાવ છે
એમનો એટલે જ જયારે એમને મળું ત્યારે કોઈ પોતાનું હોય એવી ફીલિંગ આવે છે.
ઉત્કર્ષ મઝુમદાર સર હેટ્સ ઓફ યુ. ૫-૬
વર્ષ પહેલા બોમ્બે માં મળ્યા હતા ત્યારે મેં એમને નાટકો માં જોયા હતા પાછળ થી એમની
ફિલ્મો જોઈ . રઈશ માં ડોક્ટર અને એમાં એક ઉંચા સાયન્ટિસ્ટ . એક્ટિંગ ના બાદશાહ ને
ડોક્ટર કે સાયન્ટિસ્ટ નો રોલ હોય ક્યાં ફર્ક પડે એના માટે એનો રોલ જ એનું જીવન થઇ જાય.આવો
જ સુપર્બ રોલ આ ફિલ્મ માં પણ.
વિકી શાહ કદાચ પ્રીમિયર માં ફર્સ્ટ
ટાઈમ જ મળ્યા પણ પછી અંદર ફિલ્મ માં એમની એક્ટિંગ જોઈ ને ક્યાં બાત હે. આપણે તો
છીએ બિન્દાસ માં જે બિન્દાસ મેન અને આમાં સાયન્ટિસ્ટ જેકોબ જેનું એક જ સપનું
દુનિયા જીતી લેવી . ખરેખર આમાં નવો લૂક જોવાની મજા આઈ.
અન્ય કલાકારો માં રાગી જાની આપણા રાજુ
ડોન , જેરેમી રેગન સાયન્ટિસ્ટ થોમસ , આકાશ ઝાલા,નિલેશ પરમાર,અર્ચન ત્રિવેદી ,પ્રલય રાવલ (એક વાર ખાય ત્રણ વાર ન્હાય
:) ) , આશિષ વાસી તમે પણ સરકાર કોઈ પણ રોલ માં
કોમેડી લઇ આવો છો પોલીસના રોલ માં સુપર્બ.અંશુ જોશી અને બીજા પણ ઘણા બધા કલાકારો
જેમને નાનો રોલ કર્યો છે પણ એના પાત્ર ને પૂરતો ન્યાય આપેલ છે.
ફિલ્મ ની સ્ટોરી માટે વધારે નહિ લખાય
પણ વિજ્ઞાન આજ ના યુગ માં વરદાન છે પણ એજ અભિશ્રાપ બની જાય તો. અમુક સીન કે જેમાં
હસવું આઈ જ જાય જેમકે બોસ ને ગુસ્સા માં આવી ને કહી દેવું અને પછી વિચાર આઈ જાય કે
દિવસ ફરી ના આયો તો ? સ્મિત ભાઈ ના દરેક સીન માં હાસ્ય છે પણ
આપણે નવા સેલ નાખાઇશું ને યાર , ૨૦ રૂપિયા , જી.એસ.ટી.
અને બીજા ઘણા બધા. ટૂંક માં કહું તો સ્ટાર્ટિંગ
થી લઇ ને એન્ડિંગ સુધી વાર્તા જકડી રાખે છે અને લોકો એક ફિલ્મ ની જેમ ના જોતા એ
સ્ટોરી ને જીવવા લાગે છે.દરેક ઓડિયન્સ પોતે જ આ સમય ચક્ર નો ભાગ બની જાય છે.
પ્રોડ્યૂસર ની મહેનત પણ સ્ક્રીન પર દેખાય છે. જેરેમી રેગન ની સિનેમેટ્રોગ્રાફી સુપર્બ.
એટલો જ મહત્વનો પાર્ટ એડિટિંગ અને એ પ્રભાર નું નો વર્ડ્સ ફોર હિમ. કોસ્ચ્યુમ અને
મેકઅપ પરફેક્ટ.પ્રોડક્શન ટીમ નું કામ પણ જોરદાર.
ફિલ્મ નો મહત્વનો પાર્ટ એટલે મ્યુઝિક
અને એમાં પણ જયારે ફિલ્મ માં સોન્ગ્સ જ ના હોય કે પછી એક જ સોન્ગ હોય ત્યારે ખરેખર
અઘરું બને છે. આમાં એક જ સોન્ગ એ પ્રમોશન માટે નું સોન્ગ સમય જેના લિરિક્સ મિલિન્દ
ગઢવી , મ્યુઝિક વન એન્ડ ઓન્લી કેદાર-ભાર્ગવ ની
હિટ જોડી અને ગાયું છે સિદ્ધાર્થ ભાવસાર .
ફિલ્મ નું કંપ્લીટ બેકગ્રાઉન્ડ મ્યુઝિક મેહુલ સુરતી નું છે. મોશન ગ્રાફિક્સ અનાસ
હાશ્મી . ડાયલોગ્સ ફૈસલ હાશ્મી , ભાર્ગવ પુરોહિત અને મોહસીન ચાવડા
સુપર્બ.પ્રમોશન કોમ્પુબ્રેઈન ની ટીમ નું.
છેલ્લે એટલું જ કહીશ કે જે લોકો સાયન્સ
માં છે કે સાયન્સ પાસ આઉટ છે એમને જરૂર જોવી , સાયન્સ સિવાય ના લોકો માટે પણ ખાસ જોવા જેવી ફિલ્મ. દરેક લોકો એ
ફિલ્મ જોવી કેમકે ફર્સ્ટ ટાઈમ કોઈએ આવી ફિલ્મ ઇન્ડિયા માં અને એમાં પણ આપણા
અમદાવાદ માં અને ગુજરાતી માં બનાઈ છે તો જરૂર થી જોવા જજો અને સાથે સાથે આપણી પોતાની ફિલ્મ છે તો પાયરસી ના થાય એનું
જરૂર ધ્યાન રાખજો.
Comments
Post a Comment