લોકશાહી નો તહેવાર
૭ વીક એટલે કે ૫૦ દિવસ . ખુબ વધારે સમય થઇ ગયો આ ૫૦ દિવસ માં ના મેં કોઈ બ્લોગ પોસ્ટ કયો કે ના મારો કોઈ આર્ટિકલ આયો સોરી ફોર ધેટ , મારા ફેન્સ ના મેસેજ , કોલ્સ આયા પણ એમને પણ ના પાડવી પડી કે હમણાં નહિ ના એવું નથી કે કંઈ સૂઝતું નહોતું મારી પાસે પેન પેપર પર લખેલ હતા બસ અહીં મુકવાનું પોસિબલ ના થયું. આ ૫૦ દિવસ માં ઘણું બધું બની ગયું. જોબ છોડી દીધી , નવી ફિલ્મ , નવા નવા નાટકો નું નિર્માણ , માર્કેટિંગ એડફિલ્મ્સ , ઘણા નવા સંબંધો પણ બન્યા અને જુના સંબંધો માં સુનામી પણ આઈ ગઈ. ભડભડ ઉનાળા માં લવ એટલે શું ? કેહતા કેહતા ફિર મહોબ્બત કરને ચલા અને પ્રેમ માં પંચર પણ થયું. વર્ડ્સ પર ના જાવ બધું જ શાંતિ થી કહીશ. પણ અત્યારે વાત કરવાની છે તો લોકશાહી અને વોટિંગ માટે. ગુજરાત ઈલેક્શન ને ૨ દિવસ ની વાર છે તો મારે મારા ફેન્સ ને એટલુંજ કેહવું છે કે બધા લોકો વોટ જરૂર થી આપજો. વોટ કોને આપવો એ તમારો અંગત નિર્ણય છે પરંતુ વોટ આપવો એ જરૂરી છે આપણે આશા માટે મત આપવો , જીવન માટે મત આપવો , આપણા બધા પ્રિયજનો માટે અને તેમના તેજસ્વી ભવિષ્ય માટે મત આપવો લોકશાહીનું કામ કરવા માટે , આપણે માત્ર સહભાગીઓ નહીં , સહભાગી...